સલમાન ખાને પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે જાણકારી આપી
સલમાન ખાન
સલમાન ખાન હવે પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’માં જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશનમાં તેણે પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે ‘દબંગ 4’ ચોક્કસ બનશે પણ ‘બજરંગી ભાઈજાન 2’ બનાવવાનો તેનો કોઈ ઈરાદો નથી.
‘માતૃભૂમિ’ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મ એ ઇરાદાથી નહોતી બનાવી કે એ રિલીઝ થાય અને ખરાબ રીતે ફ્લૉપ થઈ જાય. મને એવું નથી લાગતું. અમારો ઇરાદો તો એ જ હતો કે ફિલ્મ રિલીઝ થાય, લોકો થિયેટરમાં જઈને એને જુએ અને તેમને એ પસંદ આવે. જેમ તમે ‘બજરંગી ભાઈજાન’ જોઈ હતી, આ પણ કંઈક એવી જ ફિલ્મ છે. આ સરહદ પર બનેલી એક ઘટના અને એની આપણા પર તથા આપણા પરિવારો પર પડેલી અસર પર આધારિત છે.’
ADVERTISEMENT
પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘‘દબંગ 4’ તો ચોક્કસ આવશે, કારણ કે એ ફ્રૅન્ચાઇઝી અમારા હાથમાં છે. બાકીની ફિલ્મો નિર્માતાઓના હાથમાં છે. હું પોતે પણ ‘બજરંગી ભાઈજાન’નો બીજો ભાગ બનાવવાના પક્ષમાં નથી. મને નથી લાગતું કે બજરંગી પર આધારિત બીજી કોઈ ફિલ્મ બનાવવી ભાવનાત્મક રીતે શક્ય છે. એવું ન થવું જોઈએ કે બીજી ફિલ્મની સરખામણી પહેલી ફિલ્મ સાથે કરવામાં આવે અને લોકો કહે કે એમાં એટલી મજા ન આવી. એટલે મને નથી લાગતું કે ‘બજરંગી ભાઈજાન’નો બીજો કોઈ ભાગ ક્યારેય બનશે.’
