Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છઠ્ઠી મેએ AC લોકલના હાઇએસ્ટ પાસ વેચાયા

છઠ્ઠી મેએ AC લોકલના હાઇએસ્ટ પાસ વેચાયા

09 May, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષની સરખામણીએ AC લોકલમાં ૩૦ ટકા પ્રવાસીઓ વધ્યા

વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં પ્રવાસીઓની સંખ્યા વધતાં તેઓએ ઊભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે.  પ્રીતિ ખુમાણ ઠાકુર

વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં પ્રવાસીઓની સંખ્યા વધતાં તેઓએ ઊભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે. પ્રીતિ ખુમાણ ઠાકુર


મુંબઈમાં ગરમીનો પારો વધી રહ્યો હોવાથી વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ ઍર-કન્ડિશન્ડ (AC) લોકલની પસંદગી કરી રહ્યા છે. AC લોકલમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવે પર AC લોકલની શરૂઆત થઈ ત્યારથી પ્રથમ વખત છઠ્ઠી મેએ સૌથી વધુ ૩૭૩૭ સીઝન ટિકિટોનું વેચાણ થયું હતું. મે મહિનામાં (૬ મે સુધી) ૧,૬૦,૬૪૫ ટિકિટ બુક કરવામાં આવી છે, જે ગયા વર્ષના આ સમયગાળાની તુલનામાં ૩૦ ટકા કરતાં વધુ છે. હાલમાં વેસ્ટર્ન રેલવે ૭ રેક સાથે અઠવાડિયાના દિવસોમાં ૯૬ ઍર-કન્ડિશન્ડ સર્વિસ ચલાવે છે.



Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK