તેમના કૉલ ડીટેલ રિપોર્ટ પરથી પોલીસે તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમના પતિ બિઝનેસમૅન છે અને તેમને બે દીકરા છે. પોલીસ અને પરિવાર હાલ તેમની શોધ ચલાવી રહ્યાં છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં રહેતાં ૬૦ વર્ષનાં હિના મજીઠિયા યોગની શિબિરમાં હાજરી આપવા હૃષીકેશ ગયાં હતાં પણ ૧૮ ઑગસ્ટથી મિસિંગ છે. તેમનો કોઈ કૉન્ટૅક્ટ ન થઈ શકતાં હૃષીકેશ પોલીસ સ્ટેશનમાં તેઓ મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમનો પરિવાર પણ હૃષીકેશ પહોંચી ગયો છે. હાલ તેમની શોધ ચલાવવામાં આવી રહી છે. હિના મજીઠિયા જુલાઈ મહિનામાં જ મુંબઈથી નીકળી ગયાં હતાં. તે થોડો વખત હરિદ્વારામાં રહ્યાં હતાં અને ત્યાર બાદ હૃષીકેશની એક યોગ શિબિરમાં હાજરી આપવા હૃષીકેશ આવ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ ૧૮ ઑગસ્ટ સુધી રોજ પરિવાર સાથે ફોન પર સંપર્કમાં રહેતાં હતાં. જોકે એ પછી તેમનો કોઈ સંપર્ક નહોતો થઈ શક્યો. તેમનો ફોન પણ ગુમ છે. તેમના કૉલ ડીટેલ રિપોર્ટ પરથી પોલીસે તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. તેમના પતિ બિઝનેસમૅન છે અને તેમને બે દીકરા છે. પોલીસ અને પરિવાર હાલ તેમની શોધ ચલાવી રહ્યાં છે.


