Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BESTના ડ્રાઇવરે સેવપૂરી ખાવા માટે ૨૦ મિનિટ બસ થોભાવી

BESTના ડ્રાઇવરે સેવપૂરી ખાવા માટે ૨૦ મિનિટ બસ થોભાવી

Published : 12 July, 2026 07:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડની ઘટનાનો વિડિયો વાઇરલ થયો, ડ્રાઇવરે વાંધો ઉઠાવનારા માણસને જીભાજોડી કર્યા બાદ ગાળો ભાંડી

સેવપૂરી માટે ૨૦ મિનિટ બસ ઊભી રાખનારો બસ-ડ્રાઇવર.

સેવપૂરી માટે ૨૦ મિનિટ બસ ઊભી રાખનારો બસ-ડ્રાઇવર.


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસો દ્વારા અકસ્માતની ઘટના વધતી જાય છે એવામાં BESTના ડ્રાઇવરે મુલુંડ-વેસ્ટ રેલવે-સ્ટેશન નજીક ફક્ત સેવપૂરી ખાવા માટે ૨૦ મિનિટ સુધી રસ્તાની વચ્ચોવચ બસ ઊભી રાખીને ટ્રાફિક જૅમ કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં જ બનેલી આ ઘટનાનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે.
આ ઘટના મુલુંડના એમ.જી. રોડ પર બની હતી જે હંમેશાં બિઝી હોય છે અને સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. એવામાં સેવપૂરીનું પાર્સલ લેવા માટે બસ રસ્તાની વચ્ચે ઊભી કરતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી થઈ હતી. શરૂઆતમાં લોકોએ બસમાં કંઈક ખામી ઊભી થતાં અે અટકી ગઈ હોવાનું માન્યું હતું. જોકે પછી સેવપૂરી લેવા માટે ડ્રાઇવરે બસ ઊભી રાખી હોવાથી લોકો રોષે ભરાયા હતા. 

ફક્ત એટલું જ નહીં, આ બાબતની જાણ થતાં વાંધો ઉઠાવી ડ્રાઇવરને સવાલ કરનારા એક જણની સાથે ડ્રાઇવર ઉશ્કેરાઈને જીભાજોડી પણ કરે છે અને થોડી વાર બોલાચાલી બાદ બેફામ ગાળો પણ આપવા માંડે છે. 



BEST સત્તાવાળાઓને ફરિયાદ કરાઈ, તપાસ થશે
આ ઘટનાનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયા બાદ BEST સત્તાવાળાઓને ફરિયાદ પણ મોકલવામાં આવી હતી જેમાં ઉદ્ધત ડ્રાઇવર વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરાઈ હતી. BESTના એક કમિટી મેમ્બરે જણાવ્યા અનુસાર આ વાત ઉપરી અધિકારી સુધી પહોંચાડવામાં આવી છે અને તેમણે ગંભીર નોંધ લીધી છે. ડ્રાઇવર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK