Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યુનિયન લીડરના ઘરેથી મળી આવી ૫.૨૬ કરોડ રૂપિયાની રોકડ, ૬ બંદૂકો અને ૬૩૫૦ કારતૂસ

યુનિયન લીડરના ઘરેથી મળી આવી ૫.૨૬ કરોડ રૂપિયાની રોકડ, ૬ બંદૂકો અને ૬૩૫૦ કારતૂસ

Published : 12 July, 2026 08:52 AM | Modified : 12 July, 2026 08:53 AM | IST | Chhatrapati Sambhaji Nagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦, ૨૦, ૫૦ અને ૨૦૦ રૂપિયાની નોટોનાં મળી આવેલાં બંડલો ગણવા માટે પાંચ કાઉન્ટિંગ મશીનો મગાવવાં પડ્યાં હતાં

બાબા ફરઝાનના ઘરે રેઇડ પડાઈ એ દરમ્યાન તહેનાત પોલીસ.

બાબા ફરઝાનના ઘરે રેઇડ પડાઈ એ દરમ્યાન તહેનાત પોલીસ.


છત્રપતિ સંભાજીનગરમાં ગયા મહિને મૃત્યુ પામેલા ભૂતપૂર્વ યુનિયન લીડરના ઘરે રેઇડ પાડીને પોલીસે ૫.૨૬ કરોડ રૂપિયાની રોકડ, ૬ બંદૂકો, ૬૩૫૦ જીવંત કારતૂસ તથા ગોલ્ડ અને સિલ્વર જપ્ત કર્યાં હતાં. ૧૯૮૦-’૯૦ના દશકમાં યુનિયન લીડર રહી ચૂકેલા બાબા ફરઝાન વિરુદ્ધ ઘણા ક્રિમિનલ કેસ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. ગયા મહિને ડાયાબિટીઝને કારણે બાબા ફરઝાનનું મૃત્યુ થયું હતું. 

ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) શશિકાંત સાટવે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અમને બાબા ફરઝાનના ઘરેથી ૫.૨૬ કરોડ રૂપિયાની રોકડ, ૧૫૧ ગ્રામ ગોલ્ડ, ૩.૯ કિલો સિલ્વર, ૧૨ બોર અને ૦.૨૨ બોરની ૪ રાઇફલ, બે પિસ્ટલ અને ૬૩૫૦ જીવંત કારતૂસ મળ્યાં હતાં. તેની પાસે રહેલાં હથિયારોમાંથી ચારનું લાઇસન્સ હતું, પરંતુ બાકી બેનું લાઇસન્સ છે કે નહીં એની તપાસ થઈ રહી છે. આ સિવાય તલવારો અને ગુપ્તી જેવાં ધારદાર હથિયારો પણ અમે જપ્ત કર્યાં છે.’



કાઉન્ટિંગ મશીન મગાવવાં પડ્યાં
૧૦, ૨૦, ૫૦ અને ૨૦૦ રૂપિયાની નોટોનાં મળી આવેલાં બંડલો ગણવા માટે પાંચ કાઉન્ટિંગ મશીનો મગાવવાં પડ્યાં હતાં અને આ વિશે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને જાણકારી આપી દેવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ફરઝાનની બીજી પત્નીની અટક કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. 


પાલઘરમાં ટેમ્પોમાંથી ગેરકાયદે વિદેશી દારૂ અને બિઅર જપ્ત

મહારાષ્ટ્ર એક્સાઇઝ વિભાગે પાલઘર જિલ્લામાં એક ટેમ્પોમાંથી ગેરકાયદે રીતે રાજ્યમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂ અને બિઅર જપ્ત કર્યા હતા.સ્ટેટ એક્સાઇઝ ફ્લાઇંગ સ્ક્વૉડ, પાલઘર અને દહાણુ ડિવિઝને શુક્રવારે ખંબાલા-જવાહર રોડ પર વ્હીકલને અટકાવ્યું અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવથી ગેરકાયદે રીતે લઈ જવામાં આવતો દારૂ જપ્ત કર્યો હતો એમ ડિવિઝનલ ડેપ્યુટી કમિશનર ગણેશ બરગજેએ જણાવ્યું હતું. એ વ્હીકલમાંથી ઓછામાં ઓછો ૧૧૨૦.૩૨ લીટર વિદેશી દારૂ અને ૧૬૪ બૉક્સમાં પૅક કરાયેલો ૪૨૦ લીટર બિઅર જપ્ત કરવામાં આવ્યો હતો અને એની કુલ કિંમત ૨૨.૯ લાખ રૂપિયા છે એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર પ્રોહિબિશન અૅક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પંજાબના રહેવાસી ટેમ્પો-ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 08:53 AM IST | Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK