MPCBએ બુધવારે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ (MMB)ને પ્રોજેક્ટ માટે પોતાના તરફથી મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૨૯ કરોડ રૂપિયાના ખર્ચે જેટી અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
ગેટવે ઑફ ઇન્ડિયા નજીક પ્રસ્તાવિત પૅસેન્જર જેટીના પ્રોજેક્ટને બંધ ન કરવાના સુપ્રીમ કોર્ટના ઑર્ડર બાદ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ પણ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. MPCBએ બુધવારે મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ (MMB)ને પ્રોજેક્ટ માટે પોતાના તરફથી મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૨૯ કરોડ રૂપિયાના ખર્ચે જેટી અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે.
અગાઉ આ પ્રોજેક્ટ બંધ કરવા માટે કોલાબાના રહેવાસીઓ દ્વારા હાઈ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઈ કોર્ટે જેટીના બાંધકામ પર સ્ટે ન મૂકતાં ધ ક્લીન ઍન્ડ હેરિટેજ રેસિડન્ટ્સ અસોસિએશન (CHCRA)એ હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટ જાહેર હિતમાં હોવાનું કહીને કન્સ્ટ્રક્શન પર સ્ટે લાવવાની વાત નકારી હતી. આગામી સુનાવણી ૧૬ જૂનના રોજ થશે. ત્યાં સુધી જેટીના પ્રોજેક્ટ માટે ગેટવે ઑફ ઇન્ડિયાની નજીકની દીવાલ તોડવામાં ન આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

