ફૉરેસ્ટ વિભાગે લોકોને સતર્ક રહેવાની અને અફવાઓ ન ફેલાવવાની કરી અપીલ
વાઇરલ વિડિયોમાં દીપડો રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં દેખાયો હતો.
દિંડોશી વિસ્તારમાં રાહેજા હાઇટ્સ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં એક દીપડો ફરતો હોવાનો દાવો કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં અને વૉટ્સઍપ ગ્રુપોમાં વાઇરલ થતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયાં છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફૉરેસ્ટ વિભાગની ટીમે તરત જ સંબંધિત વિસ્તારની મુલાકાત લીધી હતી. ફૉરેસ્ટ વિભાગના અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધીને દીપડો દેખાય તો રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ફૉરેસ્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે એ જંગલની નજીક આવેલો હોવાથી આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે. સામાન્ય રીતે દીપડો ભટકતા કૂતરાઓનો શિકાર કરવા માટે માનવ-વસાહતની નજીક આવતો હોય છે. વિડિયોમાં દેખાતા દીપડાની શોધ કરવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
ચોક્કસ સંદર્ભ વિના આવા વિડિયો પોસ્ટ કરીને અફવા ન ફેલાવવાની અપીલ ફૉરેસ્ટ વિભાગે કરી હતી.
