Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતીમાં બૅનર તો નહીં જ ચલાવાય, ગુજરાતમાં મરાઠી નથી ચાલતી તો અહીં ગુજરાતીમાં બૅનર કેમ?

ગુજરાતીમાં બૅનર તો નહીં જ ચલાવાય, ગુજરાતમાં મરાઠી નથી ચાલતી તો અહીં ગુજરાતીમાં બૅનર કેમ?

Published : 06 October, 2026 10:08 AM | Modified : 06 October, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમ કહીને MNSએ બોરીવલીના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતીમાં લખેલાં બૅનરોનો વિરોધ કર્યો

બોરીવલીના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતી ભાષાનાં પોસ્ટરો ફાડતાં MNSના કાર્યકરો.

બોરીવલીના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતી ભાષાનાં પોસ્ટરો ફાડતાં MNSના કાર્યકરો.


બોરીવલી (વેસ્ટ)ના સ્વાતંયવીર સાવરકર ગાર્ડનમાં ગુજરાતી ભાષામાં લગાડવામાં આવેલાં બૅનરોને લઈને મરાઠી વિરુદ્ધ ગુજરાતી ભાષાનો વિવાદ ઊભો થયો હતો. અહીં ગાર્ડનના નિયમો અને સૂચનાઓ લખેલાં બૅનરો ગુજરાતી ભાષામાં હોવાને પગલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાઓ અને કાર્યકર્તાઓ આક્રમક થયા હતા અને ગુજરાતી ભાષામાં લખેલાં બૅનરોને ફાડી નાખ્યાં હતાં. જોકે અહીં મરાઠી, ગુજરાતી તથા હિન્દી આ ત્રણેય ભાષામાં બૅનરો લગાડવામાં આવેલાં હોવા છતાં ગુજરાતી ભાષામાં બૅનરો લગાડવામાં જ કેમ આવ્યાં એવો સવાલ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. 

MNSના નેતા તથા કાર્યકર્તાઓએ પોતાનો વાંધો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ગુજરાતીમાં લખેલાં બૅનરો અમને માન્ય નથી. અમે ફરીથી ચેતવણી આપીએ છીએ. વિવાદ ઊભો ન કરો. અમે અમારી સ્ટાઇલમાં બૅનરો ફાડી નાખીશું. જ્યારે ગુજરાતમાં મરાઠી નથી ચાલતી તો પછી અહીંયા કેમ જબરજસ્તી કરવામાં આવી રહી છે. પોતે જ વિવાદ ઊભો કરો છો. અમે મોટું આંદોલન કરીશું.’



હિન્દી કે ગુજરાતી ભાષાને મહારાષ્ટ્રમાં નહીં ચલાવી લેવાય એવી ચેતવણી આપતાં MNSના કાર્યકરોએ કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષાની કોને જરૂર છે? હિન્દી કે ગુજરાતી જોઈએ છે કોને? અમને ફક્ત મરાઠી ભાષા જ જોઈએ છે. અમે આ નહીં ચલાવી લઈએ. અમે બૅનરો ફાડી નાખ્યાં છે અને જ્યાં-જ્યાં દેખાશે ત્યાં ફાડી નાખીશું. અમે આ બાબતે પત્ર લખીને જણાવ્યું છે. અમને ત્રણ ભાષામાં બૅનરો નથી જોઈતાં. જો બૅનરો નહીં કાઢવામાં આવે તો અમે અમારી સ્ટાઇલમાં કાઢીશું.’


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK