`રોજિંદા મૃત્યુ માટે જવાબદાર કોણ?`, `પ્રશાસન સુન્ન છે, સરકાર આંધળી છે` અને `મૃતકોને ન્યાય આપો, દોષિતોને સજા આપો` લખેલા પ્લેકાર્ડ લઈને પ્રદર્શનકારીઓએ ઉપનગરીય રેલવે નેટવર્ક પર વારંવાર બનતી દુર્ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો.
થાણેમાં મનસેનો જન આક્રોશ મોરચો (તસવીર: X)
મુબ્રા રેલવે સ્ટેશન નજીક લોકલ ટ્રેનમાંથી પડીને ચાર મુસાફરોના મોત થયાના એક દિવસ પછી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મંગળવારે રેલવે પ્રશાસન સામે વિરોધ મોરચો શરૂ કાઢ્યો હતો, જેમાં લોકોની સલામતીના પગલાં લેવા અને ભીડમાં ફાળો આપતા પ્લેટફોર્મ સ્ટૉલ દૂર કરવાની માગ કરી હતી. મનસે થાણે જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવના નેતૃત્વમાં, પાર્ટીના સેંકડો કાર્યકરોએ ગાંવદેવી વિસ્તારથી થાણે રેલવે સ્ટેશન સુધી કૂચ કરી, રેલવે અધિકારીઓના `બેદરકારીભર્યા અને અસંવેદનશીલ` વલણ સામે સૂત્રોચ્ચાર કર્યા. કાયદો અને વ્યવસ્થામાં કોઈ પણ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ દ્વારા આ પ્રદર્શનમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
ADVERTISEMENT
`રોજિંદા મૃત્યુ માટે જવાબદાર કોણ?`, `પ્રશાસન સુન્ન છે, સરકાર આંધળી છે` અને `મૃતકોને ન્યાય આપો, દોષિતોને સજા આપો` લખેલા પ્લેકાર્ડ લઈને પ્રદર્શનકારીઓએ ઉપનગરીય રેલવે નેટવર્ક પર વારંવાર બનતી દુર્ઘટનાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો. પાર્ટીએ ભાર મૂક્યો કે મુબ્રા સ્ટેશન નજીકનો વળાંક, જ્યાં સોમવારની જીવલેણ ઘટના બની હતી, તેને ત્રણ મહિના પહેલા જ ટિટવાળાના એક મનસે કાર્યકર દ્વારા ખતરનાક જાહેર કરવામાં આવ્યો હતો. તે કર્મચારીએ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ, "વારંવાર ચેતવણી આપવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી," જાધવે રેલવે વહીવટીતંત્ર પર ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું.
વિરોધ પ્રદર્શનમાં મનસે તરફથી કડક ચેતવણી પણ આપવામાં આવી હતી: "આઠ દિવસની અંદર રેલવે પ્લેટફોર્મ પરથી સ્ટૉલ દૂર કરો નહીંતર અમે જાતે કાર્યવાહી કરીશું." જાધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્લેટફોર્મ પર ખાદ્યપદાર્થો અને અખબારના સ્ટૉલ મુસાફરોની અવરજવરમાં ભારે અવરોધ ઉભો કરે છે, જેના કારણે નાસભાગ થાય છે અને અસુરક્ષિત બૉર્ડિંગ સ્થિતિ સર્જાય છે. "શું આપણને પહેલાથી જ ભીડભાડવાળા પ્લેટફોર્મ પર સ્ટૉલની જરૂર છે, કે પછી આપણને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે બેઠક વ્યવસ્થાની જરૂર છે?" તેમણે પૂછ્યું. માળખાકીય સુવિધાઓ અને ભીડ વ્યવસ્થાપનમાં સુધારો કરવાની હાકલ કરતા, મનસેએ સ્ટેશનના શૌચાલયોમાં યોગ્ય સ્વચ્છતા, મુસાફરો માટે પૂરતી સુવિધાઓ અને ભીડના કલાકો દરમિયાન ભીડ નિયંત્રણના પગલાં ગોઠવવાની માગ કરી.
मनसेचा जनआक्रोश मोर्चा ?
— मनसे जनहित कक्ष व विधी विभाग ठाणे शहर अधिकृत (@ThaneMNSJanhith) June 9, 2025
लाईफलाईन की डेथलाईन ?
सर्व रेल्वे प्रवाशी महाराष्ट्र सैनिकांना विनम्र आव्हान उद्या दि. १० जुन सकाळी सकाळी ९ वाजता गावदेवी मैदान ते ठाणे रेल्वे स्थानक, आपण सर्वांनी मोठ्या संख्येने उपस्थित रहा.@avinash_mns @mnsadhikrut @Central_Railway @drmmumbaicr pic.twitter.com/Q7zsKAEJHo
અવિનાશ જાધવનું પ્લેટફોર્મ સ્ટૉલ પર મેનેજમેન્ટને અલ્ટીમેટમ
"પ્રવાસીઓ દરરોજ સવારે રીટર્ન ટિકિટ ખરીદે છે અને આશા રાખે છે કે તેઓ તેમના પરિવાર પાસે ઘરે પાછા ફરશે. પરંતુ આજની પરિસ્થિતિમાં, પાછા ફરવાની કોઈ ગેરંટી નથી. કોઈએ ફક્ત મુસાફરી કરવા માટે પોતાનો જીવ કેમ જોખમમાં મૂકવો જોઈએ?" જાધવે કહ્યું. "જો આ ચાલુ રહેશે, તો લોકો રીટર્ન ટિકિટ ખરીદવાનું બંધ કરી દેશે કારણ કે તેમને ખાતરી નહીં હોય કે તેઓ પાછા ફરશે," તેમણે ઉમેર્યું. તેમણે કડક અલ્ટીમેટમ સાથે વાતનો અંત કર્યો: "જો વહીવટીતંત્ર સ્ટૉલ દૂર નહીં કરે અને સલામતીમાં સુધારો નહીં કરે, તો આપણે જાણીએ છીએ કે આને કેવી રીતે વધુ વધારવું. રેલવે તંત્ર દરરોજ લોકોને નિરાશ કરી શકે નહીં."

