Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mithi River Scam તપાસમાં ઇડીની મોટી કાર્યવાહી- મુંબઈમાં 15થી પણ વધારે ઠેકાણે દરોડા

Mithi River Scam તપાસમાં ઇડીની મોટી કાર્યવાહી- મુંબઈમાં 15થી પણ વધારે ઠેકાણે દરોડા

Published : 06 June, 2025 11:09 AM | Modified : 07 June, 2025 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mithi River Scam: ઇડી દ્વારા આ કૌભાંડની ચાલુ તપાસના ભાગરૂપે શુક્રવારે આખા મુંબઈ શહેરમાં ૧૫થી પણ વધારે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

મીઠી નદીની ફાઇલ તસવીર

મીઠી નદીની ફાઇલ તસવીર


મીઠી નદીની સફાઈ કરવાના ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડ (Mithi River Scam)ને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. આ મામલે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે. એ વચ્ચે હવે બહુ જ મોટી કાર્યવાહીના સમાચાર છે.


એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરોડો રૂપિયાના મીઠી રિવર સફાઈ કરવાના કૌભાંડ (Mithi River Scam)ની ચાલુ તપાસના ભાગરૂપે શુક્રવારે આખા મુંબઈ શહેરમાં ૧૫થી પણ વધારે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તમને જણાવી દઈએ કે ઇડી દ્વારા પાડવામાં આવેલા આ દરોડા કથિત નાણાકીય ગેરરીતિઓ અને નદીના સફાઇ પ્રોજેક્ટને સંલગ્ન ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે. મુંબઈના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંના એકમાં પાણી ભરાઈ જવાના જોખમોને ઘટાડવા અને પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે કરાયેલી પહેલમાં થયેલા કૌભાંડ અંગે હવે આ મોટી કાર્યવાહી કહી શકાય.



હજી તો ગયા મહિને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે અનેક લોકોની સામે ગુનો નોંધ્યો હતો. તેમ જ આ કેસની તપાસના ભાગ રૂપે જયેશ જોશી અને કેતન કદમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સાથે જ ઍકટર ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોને પણ આ ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડ અંગે સવાલો કરવામાં આવ્યા હતા.


જય જોશીને જામીન આપ્યાના એક દિવસ બાદ ઇડીની મોટી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે ઇડીની આ બહુ જ મોટી કાર્યવાહી (Mithi River Scam) મુંબઈની સેશન્સ કોર્ટે વિર્ગો સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ જય જોશીને જામીન આપ્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે. જેમની અગાઉ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 22 મેના રોજ મેજિસ્ટ્રેટ કોર્ટે જોશીના જામીન નામંજૂર કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીઓની ચોક્કસ ભૂમિકાનું મૂલ્યાંકન કરવા માટે વધુ સમયની જરૂર છે. જ્યારે સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા હતા, ત્યારે વિગતવાર આદેશની હજુ રાહ જોવાઈ રહી છે.


મીઠી નદીની સફાઇ કરવાના મામલે થયેલ કૌભાંડ (Mithi River Scam) એ સંભવિત પર્યાવરણીય અને જાહેર સલામતીના જોખમો તરફ અંગુલિનિર્દેશ કરે છે. લોભ અને ગેરવહીવટ દ્વારા સિવિકકાર્યો સાથે જ્યારે ચેડા કરવામાં આવ્યા ત્યારે જઈને આવા કૌભાંડ સામે આવતા હોય છે. 

અત્યાર સુધીમાં આ કૌભાંડ મામલે જે તેર લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી બે પ્રાથમિક આરોપીઓમાં વોડર ઇન્ડિયા એલએલપીના મધ્યસ્થી અને નિર્દેશક કેતન કદમ અને વિર્ગો સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના જાયેશ જોશીનો સમાવેશ થાય છે, જે કંપની કથિત રીતે આ કાર્યમાં જોડાયેલા કોન્ટ્રાક્ટરોને સ્લિટ પુશર મશીન (કાદવ/ ગાળો હટાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો) અને અન્ય ઉપકરણો પૂરા પાડતી હતી.

હજી તો આ કેસ (Mithi River Scam)ની તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આને લઈને હજી નવા અપડેટ સામે આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK