Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે અઠવાડિયાંમાં સ્ટેટસ રિપોર્ટ આપો

બે અઠવાડિયાંમાં સ્ટેટસ રિપોર્ટ આપો

Published : 06 March, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલ્ડિંગ કાપી કાઢનાર વેલ્ડર ઉત્તર પ્રદેશથી પકડાયો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે મેટ્રો 4નો સ્લૅબ તૂટી પડવાના કેસમાં બે અઠવાડિયાંમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) અત્યારે કયા તબક્કે તપાસ કરી રહી છે એ જણાવવાનું કહેવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વકીલ રુજુ ઠક્કર દ્વારા દાખલ કરાયેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પર સુનાવણી દરમ્યાન નોંધ્યું હતું કે PILમાં ઊભા કરવામાં આવેલા પ્રશ્નો અને જવાબદાર અધિકારીઓ પર થઈ રહેલી કાર્યવાહી અંગે સ્પષ્ટ ચિત્ર ઊભું થશે. PILમાં તમામ મેટ્રો લાઇનનું થર્ડ-પાર્ટી સેફ્ટી ઑડિટ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

મુલુંડમાં મેટ્રો 4ના બાંધકામ દરમ્યાન કૉન્ક્રીટ પૅરાપેટ તૂટી પડવાની ઘટનાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના એક ગામમાંથી વેલ્ડર રામ આશિષની ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા છ થઈ ગઈ છે. જોકે પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સાઈ સુરેશ હજી પણ ફરાર છે. 



૧૪ ફેબ્રુઆરીએ મુલુંડ-વેસ્ટમાં LBS રોડ પર એલિવેટેડ મેટ્રો 4 વાયડક્ટનો ૬ ફુટ બાય ૪ ફુટનો કૉન્ક્રીટ પૅરાપેટ સેગમેન્ટ એક રિક્ષા અને કાર પર પડ્યો હતો, જેમાં પચાસ વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ૩ અન્ય ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે વેલ્ડિંગ કરવાની જવાબદારી રામ આશિષની હતી, પરંતુ તેણે પૅરાપેટ વચ્ચેનાં બે ઇન્ટરલૉક કાપી નાખ્યાં હતાં જેને કારણે કૉન્ક્રીટ સેગમેન્ટ પડી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK