Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાહોર 1947 જેટલું હું સ્ક્રીન પર ક્યારેય નથી રડી

લાહોર 1947 જેટલું હું સ્ક્રીન પર ક્યારેય નથી રડી

Published : 06 March, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શબાના આઝમીએ તેમની આગામી ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો

શબાના આઝમી

શબાના આઝમી


શબાના આઝમી તેમની કરીઅરમાં પાંચ જેટલા નૅશનલ અવૉર્ડ જીતી ચૂક્યાં છે. હવે તેઓ ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા લીડ રોલમાં જોવા મળશે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘લાહોર 1947’માં હું બહુ રડી છું અને આ પહેલાં હું સ્ક્રીન પર આટલું બધું ક્યારેય નથી રડી.

શબાના આઝમીએ તેમના ઇન્ટરવ્યુમાં ‘લાહોર 1947’ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલાં પૂર્ણ થઈ ગયું હતું અને હવે એ રિલીઝ થવાની છે એ આનંદની બાબત છે. આ પ્રોજેક્ટમાં મારા માટે ઘણી બાબતો પ્રથમ વખત બની રહી છે. મેં પહેલાં ક્યારેય ડિરેક્ટર રાજકુમાર સંતોષી કે પ્રોડ્યુસર આમિર ખાન સાથે કામ કર્યું નહોતું. ઉપરાંત ફિલ્મમાં મેં પહેલી વખત સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સાથે કામ કર્યું છે. આ બન્ને સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ મજેદાર રહ્યો.’



ફિલ્મમાં મારું પાત્ર ખૂબ રડે છે એમ જણાવતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘સ્ક્રીન પર હું કદાચ ક્યારેય આટલું રડી નથી. રાજકુમાર સંતોષી ‘ઓલ્ડ સ્કૂલ’ શૈલીના દિગ્દર્શક છે, પરંતુ તેમને શું જોઈએ છે એ બાબતમાં ખૂબ સ્પષ્ટતા ધરાવે છે. ‘લાહોર 1947’ એક મજબૂત વિષય પર આધારિત ફિલ્મ છે, એને બનાવવાનો પ્રયાસ તેઓ વર્ષોથી કરી રહ્યા હતા. આમિર ખાને તેમને ફિલ્મને તેમની કલ્પના મુજબ બનાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK