ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI), બૉમ્બે જિમખાના ઉપરાંત મ્યુઝિયમ અને અન્ય સાંસ્કૃતિક સેન્ટરો બંધ રાખવામાં આવ્યાં હતાં.
બૉમ્બે જિમખાના
મરાઠા આંદોલનકારીઓએ મુંબઈને બાનમાં લીધું હોય એવી પરિસ્થિતિ છેલ્લા ચાર દિવસથી સર્જાઈ છે. એને લીધે ખાસ કરીને સાઉથ મુંબઈના રસ્તાઓ, સ્ટેશનો, દુકાનોમાં આંદોલનકારીઓ ઘૂસી જતાં સામાન્ય લોકોને હેરાનગતિ થાય છે. આ જ કારણે સોમવારે સાઉથ મુંબઈનાં મોટાં સંસ્થાનોના દરવાજા પણ બંધ રાખવાનો વારો આવ્યો હતો. ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI), બૉમ્બે જિમખાના ઉપરાંત મ્યુઝિયમ અને અન્ય સાંસ્કૃતિક સેન્ટરો બંધ રાખવામાં આવ્યાં હતાં. સોમવારે બપોરે ૩ વાગ્યે આંદોલનકારીઓનું એક ગ્રુપ CCIમાં ઘૂસવાનો પ્રયત્ન કરતું હતું ત્યારે સિક્યૉરિટી ગાર્ડ્સ અને પોલીસે મળીને આ ગ્રુપને CCIમાં પ્રવેશતાં રોક્યું હતું અને દરવાજા બંધ કર્યા હતા. બૉમ્બે જિમખાનાને પણ બેમુદત બંધ રાખવામાં આવ્યું છે. રૉયલ બૉમ્બે યૉટ ક્લબ અને તાજ મહલ પૅલેસમાં પ્રવેશ માટે સ્ટાફના ગેટમાંથી એન્ટ્રી ચાલુ કરવામાં આવી છે તો છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલયમાં પણ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.


