જોકે તેમને તરત જ લિફ્ટના દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બની ત્યારે તેમની સાથે તેમના કેટલાક સહકાર્યકરો પણ હતા. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
મનોજ જરાંગે પાટીલ
મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ ગઈ કાલે બીડ શહેરમાં શિવાજીરાવ ક્રિટિકલ કૅર હૉસ્પિટલમાં બીમાર વ્યક્તિને જોવા ગયા હતા. એ વખતે અચાનક લિફ્ટ બગડી હતી અને એ પહેલા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જોકે તેમને તરત જ લિફ્ટના દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બની ત્યારે તેમની સાથે તેમના કેટલાક સહકાર્યકરો પણ હતા. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.


