બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની કરપીણ હત્યા બાદ એ કિસ્સો બહુ ગાજ્યો હતો
અજિત પવાર
પુણે અને બીડ બન્નેના પાલક પ્રધાનનો હોદ્દો સંભાળતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે જે રીતે બીડ જિલ્લામાં જરૂરી ન જણાય એ ફાયર આર્મ્સ લાઇસન્સ (ગન માટેનાં લાઇસન્સ) કૅન્સલ કરવામાં આવ્યાં હતાં એ જ રીતે હવે પુણેમાં પણ લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે. બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની કરપીણ હત્યા બાદ એ કિસ્સો બહુ ગાજ્યો હતો. એ પછી બીડ જિલ્લાની પોલીસે જિલ્લામાં જે લોકોને ફાયર આર્મ્સનાં લાઇસન્સ આપ્યાં હતાં એની સ્ક્રૂટિની કરી હતી અને ખરેખર એ લોકોને એની જરૂર છે કે નહીં એની ચકાસણી કરી હતી. એ પછી કેટલાંક લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. અજિત પવારે કહ્યું હતું કે એવાં જ પગલાં હવે પુણેમાં પણ લેવામાં આવશે અને એ માટે આદેશ પણ આપી દેવાયો છે.

