Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યનને લઈને ફિલ્મ બનાવવા માગતી મહિલાને પડ્યો ૮૨.૭૫ લાખ રૂપિયાનો ફટકો

કાર્તિક આર્યનને લઈને ફિલ્મ બનાવવા માગતી મહિલાને પડ્યો ૮૨.૭૫ લાખ રૂપિયાનો ફટકો

08 June, 2024 09:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હીરો સાથે મેળવી આપવાના નામે છેતરી ગયેલો ગઠિયો પકડાઈ ગયો

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


ગોરેગામમાં રહેતી ૪૦ વર્ષની ઐશ્વર્યા શર્મા બૉલીવુડના ઍક્ટર્સને લઈને ‘લ‍વ ઇન લંડન’ ફિલ્મ બનાવવા માગતી હતી. રીઢા ગ​ઠિયાએ કાર્તિક આર્યન સાથે તેની મીટિંગ ગોઠવી ફિલ્મ માટે બુક કરાવી શકશે એમ કહીને ઐશ્વર્યા શર્મા પાસેથી ૮૨.૭૫ લાખ રૂપિયા પડાવ્યા હતા અને નાસી ગયો હતો. ઐશ્વર્યાએ આંબોલી પોલીસમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ કરીને ગઠિયાને કર્ણાટકથી ઝડપી લીધો છે.


આ કેસનો આરોપી કૃષ્ણકુમાર શર્મા રીઢો ગઠિયો છે. તે ૨૦૨૨માં ઐશ્વર્યા શર્માના સંપર્કમાં આવ્યો હતો. તેણે ઐશ્વર્યાને કહ્યું કે તે પ્રોડ્યુસર અને ઍક્ટર્સ વચ્ચે લાયેઝનિંગનું કામ કરે છે અને તે જે ફિલ્મ ‘લવ ઇન લંડન’ બનાવવા માગે છે એ માટે કાર્તિક આર્યન સાથે મી​ટિંગ કરાવી આપશે. ગયા વર્ષે એપ્રિલ-મેમાં ઐશ્વર્યાએ કૃષ્ણકુમારને કાર્તિક સાથે મી​ટિંગ ગોઠવીને તેને બુક કરવા ૮૨.૭૫ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે એ પછી પણ કૃષ્ણકુમારે કાર્તિક સાથે તેની મીટિંગ ગોઠવી નહોતી. તે બહાનાં આપતો રહ્યો કે કાર્તિક શૂટિંગ માટે બહારગામ ગયો છે, તે ઍડનું શૂટિંગ કરી રહ્યો છે. ત્યાર બાદ ઐશ્વર્યાને જાણ થઈ કે કૃષ્ણકુમાર તો ફ્રૉડ છે. આખરે તેણે આંબોલી પોલીસ-સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.



આંબોલી પોલીસે કેસ નોંધીને કૃષ્ણકુમારની શોધ શરૂ કરી હતી. આંબોલી પોલીસને જાણ થઈ કે ક્રાઇમ બ્રાન્ચે કૃષ્ણકુમારના કેટલાક સાથીઓને બૅન્ગલોરની ફાઇવસ્ટાર હોટેલમાંથી ઝડપ્યા છે. એથી આંબોલી પોલીસે તેમનો સંપર્ક કરીને પૂછપરછ કરી હતી અને આખરે કૃષ્ણકુમારને કર્ણાટકમાંથી ઝડપી લીધો હતો. આ બાબતે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કૃષ્ણકુમાર સામે આ પહેલાં વાકોલા અને સહાર પોલીસ-સ્ટેશનમાં તેમ જ દિલ્હીના કનૉટ પ્લેસમાં અને ચેન્નઈમાં આ પ્રકારના છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK