Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક સ્ક્રિપ્ટની સાથે હિરોઇનની પસંદગીમાં પણ દખલગીરી કરે છે

કાર્તિક સ્ક્રિપ્ટની સાથે હિરોઇનની પસંદગીમાં પણ દખલગીરી કરે છે

07 June, 2024 12:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એવો આરોપ મૂક્યો મૅરી કૉમના પ્રોડ્યુસર સંદીપ સિંહે

સંદીપ સિંહ

સંદીપ સિંહ


કાર્તિક આર્યન હવે કન્ટ્રોલ ફ્રીક થઈ ગયો છે એવી ચર્ચા ચાલી રહી છે. ‘ભૂલ ભુલૈયા 2’ની સક્સેસ બાદ કાર્તિકમાં પરિવર્તન આવી ગયું હોવાની વાત ‘સરબજિત’ અને ‘મૅરી કૉમ’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર સંદીપ સિંહે કરી છે. ૨૦૨૩માં આવેલી ‘સફેદ’ દ્વારા તેણે ડિરેક્ટર તરીકે પણ શરૂઆત કરી હતી. કાર્તિક વિશે વાત કરતાં સંદીપે કહ્યું હતું કે ‘તેને જ્યારે નિષ્ફળતા મળી રહી હતી ત્યારે મારો હાથ પકડીને તે ચાલી રહ્યો હતો. સફળ થયા બાદ તેનો મોબાઇલ-નંબર તો એ જ રહ્યો છે, પરંતુ તે પોતે બદલાઈ ગયો છે. તે હવે કન્ટ્રોલ ફ્રીક થઈ ગયો છે. તે દરેક વસ્તુ પોતે કરવા માગે છે. સ્ક્રિપ્ટમાં બદલાવ કરવાની સાથે તેની સામે કઈ હિરોઇન કામ કરશેથી લઈને લૉજિસ્ટિક્સનો પણ તે નિર્ણય લે છે. હું તેને જ્યારે ફોટોગ્રાફર્સ સામે જોઉં છું ત્યારે મને તે એકદમ અલગ વ્યક્તિ લાગે છે. લોકોનો સમય બદલાય સમજી શકાય, પરંતુ રિલેશન ન બદલાવાં જોઈએ. મેં તેની સાથે મારી ‘સફેદ’નું ટ્રેલર શૅર કર્યું હતું અને એને સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરવા માટે કહ્યું હતું. રાજકુમાર રાવ, સંજય દત્ત અને વિવેક ઑબેરૉય જેવા લોકોએ એ પ્રમોટ કર્યું હતું; પરંતુ કાર્તિકે નહીં. હું તેને અમારા જૂના ફોટો પણ શૅર કરતો હોઉં છું, પરંતુ તે ક્યારેય જવાબ નથી આપતો.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK