Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > RTOએ ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોની મરાઠીની પરીક્ષા શરૂ કરી

RTOએ ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોની મરાઠીની પરીક્ષા શરૂ કરી

Published : 21 August, 2026 07:24 AM | Modified : 21 August, 2026 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલા CNG ભરાયચા આહે, થોડ થાંબાવા લાગેલ અને મીટર ચાલુ કેલે આહે જેવી સામાન્ય બોલચાલની ભાષાની જાણકારી જરૂરી

ગઈ કાલે દાદર સ્ટેશનની બહાર એક ટૅક્સી-ડ્રાઇવરને મરાઠીમાં સવાલો કરી રહેલા RTO ઇન્સ્પેક્ટર.

ગઈ કાલે દાદર સ્ટેશનની બહાર એક ટૅક્સી-ડ્રાઇવરને મરાઠીમાં સવાલો કરી રહેલા RTO ઇન્સ્પેક્ટર.


મહારાષ્ટ્રમાં ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરો માટે રાજ્યવ્યાપી મરાઠી ભાષાના વર્કિંગ નૉલેજની ઝુંબેશ શરૂ કર્યા પછી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના અધિકારીઓ દ્વારા ૧૬ પ્રશ્નોની પરીક્ષા લેવામાં આવી રહી છે. RTOની ટીમો સંતોષકારક જવાબ આપી ન શકતા લોકોને એક મહિનાની નોટિસ આપી રહી છે અને ચેતવણી આપી રહી છે કે જો તેઓ પછીની પરીક્ષામાં નિષ્ફળ જશે તો તેમના બૅજ સસ્પેન્ડ કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મલા CNG ભરાય ચા આહે, થોડ થાંબાવા લાગેલ, માઝી રિક્ષા/ટૅક્સી શૅરિંગ આહે અને મીટર ચાલુ કેલે આહે એ નિયમિત જવાબો છે જે અધિકારીઓ ડ્રાઇવરો પાસેથી સાંભળવાની અપેક્ષા રાખે છે. રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરની એ ટેસ્ટનું વિડિયો-રેકૉર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. 
બુધવારે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જાહેર કરેલી આ કવાયત રાજ્ય સરકાર દ્વારા ટૅક્સી, રિક્ષા અને ઍપ-આધારિત કૅબના ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું વર્કિંગ નૉલેજ ફરજિયાત બનાવવાના પગલાના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે. RTOના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કમિશનરની ઑફિસમાંથી ૧૬ પ્રશ્નોની પ્રશ્નાવલી મળી હતી અને એ કોકણ સાહિત્ય પરિષદ દ્વારા ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોને આપવામાં આવતી મરાઠી ભાષાની તાલીમ પર આધારિત હતી. 

મહારાષ્ટ્રમાં કુલ ૮૨૧૭ ડ્રાઇવરોનું થયું ચેકિંગ, ૧૨૬૮ને નોટિસ



મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઇન્સ્પેક્શનના પહેલા જ દિવસે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા કુલ ૩૯૯૫ ડ્રાઇવરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૬૦૪ ડ્રાઇવરો સામાન્ય મરાઠી પણ ન બોલી શકતા હોવાથી તેમને શો-કૉઝ નોટિસ આપીને એક મહિનાની અંદર એનો જવાબ આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધી જેમની ટેસ્ટ લેવાઈ એમાંના ૮૫ ટકા ડ્રાઇવરોએ સંતોષકારક પ્રદર્શન કર્યું હતું અને ટેસ્ટમાં પાસ થયા હતા. આખા મહારાષ્ટ્રમાં કુલ ૮૨૧૭ ડ્રાઇવરોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૨૬૮ કમર્શિયલ ડ્રાઇવરોને નોટિસ અપાઈ હતી.


MMRમાં મરાઠી ટેસ્ટની આંકડાબાજી
 MMR સિવાયના મહારાષ્ટ્રમાં કુલ ૪૨૨૨ ડ્રા​ઇવરોની ટેસ્ટ લેવાઈ, જેમાંથી ૬૬૪ નિષ્ફળ જતાં નોટિસ ફટકારવામાં આવી. 
 થાણેમાં ૪૫૦ રિક્ષા-ડ્રાઇવરોની ટેસ્ટ લેવાઈ, ૩૭ ફેલ જતાં નોટિસ ફટકારવામાં આવી. 
 વસઈમાં ૫૨૨ ડ્રાઇવરોની ટેસ્ટ લેવાઈ, ૬૧ ડ્રાઇવર સામાન્ય મરાઠી બોલવામાં ફેલ જતાં નોટિસ આપવામાં આવી.
 મુંબઈમાં દાદર, કુર્લા, ચેમ્બુર, અંધેરી અને બોરીવલી સહિત ૧૦થી વધુ સ્થળોએ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. 


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK