Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાઇવેટ અને કમર્શિયલ ટ્રાન્સપોર્ટર્સ આજે આઝાદ મેદાનમાં આંદોલન કરશે

પ્રાઇવેટ અને કમર્શિયલ ટ્રાન્સપોર્ટર્સ આજે આઝાદ મેદાનમાં આંદોલન કરશે

Published : 05 March, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતી કાલથી સ્કૂલ-બસો પણ બંધ રહે એની વિશેષ નોંધ લેવાનું કમિટીના સભ્યોએ કહ્યું હતું.

સ્કૂલ અને ખાનગી બસો, અને ટ્રક, ટેમ્પો, ટેક્સી અને ટેન્કર સહિતના કમર્શિયલ વાહનો હડતાળ પાડશે

સ્કૂલ અને ખાનગી બસો, અને ટ્રક, ટેમ્પો, ટેક્સી અને ટેન્કર સહિતના કમર્શિયલ વાહનો હડતાળ પાડશે


સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટર્સ ઍક્શન કમિટી (M-TAC) દ્વારા આજે મધરાતથી અનિશ્ચિત મુદત માટે હડતાળ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક સાથે ગઈ કાલે કરેલી મીટિંગમાં પણ સંતોષકારક જવાબ ન મળતાં આજે ટ્રાન્સપોર્ટ યુનિયનના સભ્યો આઝાદ મેદાન ખાતે આંદોલન કરશે. આવતી કાલથી સ્કૂલ-બસો પણ બંધ રહે એની વિશેષ નોંધ લેવાનું કમિટીના સભ્યોએ કહ્યું હતું.

M-TAC ટ્રક્સ, પ્રાઇવેટ બસ-ઑપરેટરો તેમ જ ટૅક્સી અને રિક્ષા યુનિયનનું પ્રતિનિધિત્વ કરે છે. M-TAC આઝાદ મેદાનમાં આંદોલન બાદ આજે રાતથી હડતાળ શરૂ કરશે. એના ભાગરૂપે સ્કૂલ-બસો, કૉન્ટ્રૅક્ટ કૅરેજ બસો, પ્રાઇવેટ બસો અને કમર્શિયલ વાહનો જેમાં ટ્રક, ટેમ્પો, ટૅક્સી અને ટૅન્કરનો સમાવેશ થાય છે એ તમામ વાહનોનાં પૈડાં થંભી જશે.



આ વર્ષની શરૂઆતમાં M-TACએ સરકાર સમક્ષ જે માગણીઓ રજૂ કરી હતી એમાં ઈ-ચલાન સિસ્ટમમાં સુધારો, બાકી દંડ માફ કરવો અને કમર્શિયલ વાહનો પર લાદવામાં આવતા કર અને ટોલ-ચાર્જમાં ઘટાડો કરવો જેવા મુદ્દા સામેલ હતા. M-TACએ હાઇવે ચેકપોસ્ટ બંધ કરવાની અને ડ્રાઇવરો માટે રેસ્ટ-હાઉસ અથવા સેન્ટર સ્થાપવાની પણ માગણી કરી છે. અકસ્માતગ્રસ્ત વાહનો માટે હાઇવે પર ફાયર-ટેન્ડર અને ઇમર્જન્સી સુવિધાઓ, પાર્કિંગ-લૉટ, બસ-સ્ટૉપ અને કાર્ગો લોડિંગ અને અનલોડિંગ સુવિધાઓની તાત્કાલિક જોગવાઈ કરવાની માગણી કરી છે.
આ બાબતે સરકાર દ્વારા ઠાલાં આશ્વાસનો મળતાં હડતાળનો માર્ગ અપનાવ્યો હોવાનું M-TACના સભ્યોએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK