માલેગાંવ શહેરમાં બનેલી એક ઘટના (Boy Locked Loepard)નો વીડિયો દેશભરમાં વાયરલ થયો છે. આ વીડિયો 12 વર્ષના છોકરાનો છે. જે જોઈને તમે પણ દંગી રહી જશો.
પ્રતીકાત્મક તસવીર
Boy Locked Loepard: નાશિક જિલ્લાના માલેગાંવ શહેરમાં બનેલી એક ઘટનાનો વીડિયો દેશભરમાં વાયરલ થયો છે. આ વીડિયો 12 વર્ષના છોકરાનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ નાના છોકરાએ પોતાના ઘરમાં ખતરનાક દીપડાને પકડવાની હિંમત બતાવી. આ બાળકની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
માલેગાંવ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીના કારણે ભયનું વાતાવરણ છે. આ માહોલમાં આ ઘટના બની છે. માલેગાંવ શહેરમાં ઘૂસેલા એક દીપડાએ દરવાજો ખુલ્લો જોયો અને નામપુર રોડ પર એક લાઉન્જ રૂમમાં પ્રવેશ કર્યો છે. તે સમયે ઘરમાં મોહિત વિજય આહિરે નામનો 12 વર્ષનો છોકરો હતો, તે પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો.
ADVERTISEMENT
દીપડો ઘરમાં ઘૂસી ગયો અને સીધો અંદરના રૂમમાં ગયો હતો. તેણે છોકરા તરફ જોયું નહીં. જોકે, તે છોકરાએ દીપડો જોયો હતો. આવી સ્થિતિમાં મોટા લોકોની હાલત કફોડી બની જાય છે. પણ નાનો મોહિત જરાય પરેશાન ન હતો. તેને તરત જ ખતરો સમજાયો. દીપડાને અંદર પ્રવેશતા જોઈને તે ધીમેથી ઉભો થયો અને ઘરની બહાર ગયો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. આ સમગ્ર ઘટના ઘરની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
View this post on Instagram
બાદમાં અંદર દીપડો હોવાની તમામ સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. આ પછી વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ દીપડાને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ પછી તરત જ તેઓએ દીપડાને બેભાનનું ઇન્જેક્શન આપીને તેને પકડી લીધો હતો. જે બાદ વિસ્તારના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે ઈગતપુરી સુધી સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે દ્વારા હવે મુંબઈથી નાસિક કે શિરડી વચ્ચેનું અંતર ટુંક સમયમાં જ કવર કરી શકાશે. સમૃદ્ધિ મહામાર્ગનો ત્રીજો તબક્કો સોમવારથી વાહનો માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય નાગરિકો તેમજ વાહન ચાલકોની મુસાફરી સરળ બની છે. ત્રીજા તબક્કાના ઉદઘાટન બાદ સમૃદ્ધિ મહામાર્ગ ઈંગતપુરી પહોંચી ગયો છે. હાઈવે દ્વારા ઈંગતપુરીથી માત્ર દોઢથી બે કલાકમાં શિરડી પહોંચી શકાય છે. પહેલા લોકો શિરડી પહોંચવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરતા હતા. ઈંગતપુરીથી શિરડી પહોંચવામાં વાહનોને અઢીથી ત્રણ કલાક લાગે છે. તે જ સમયે, મુંબઈથી શિરડી પહોંચવામાં લગભગ 7 થી 8 કલાકનો સમય લાગતો હતો. સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું છે અને મુંબઈની નજીક પહોંચી ગયું છે. આ સાથે આ યાત્રા લગભગ 5 કલાકમાં પૂર્ણ થશે.

