Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લેન્ડસ્લાઇડને કારણે મુંબઈ-પુણે કનેક્ટિવિટી ખોરવાઈ, મિસિંગ લિંક બંધ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત

લેન્ડસ્લાઇડને કારણે મુંબઈ-પુણે કનેક્ટિવિટી ખોરવાઈ, મિસિંગ લિંક બંધ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત

Published : 06 July, 2026 11:20 AM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Monsoon: ભારે વરસાદને કારણે ભૂસ્ખલન લેન્ડસ્લાઇડ થતાં મુંબઈ અને પુણે વચ્ચેનો વાહનવ્યવહાર તેમજ રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે; મિસિંગ લિંકને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે; કર્જત-લોનાવાલા ઘાટ સેક્શનમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ છે

પશ્ચિમ ઘાટ પર વરસાદને લીધે ભૂસ્ખલન (તસવીરોઃ એક્સ)

પશ્ચિમ ઘાટ પર વરસાદને લીધે ભૂસ્ખલન (તસવીરોઃ એક્સ)


મહારાષ્ટ્ર (Maharashtra)માં સોમવારે પડેલા અવિરત વરસાદે મુંબઈ (Mumbai) અને પુણે (Pune) વચ્ચેના રોડ અને રેલ બંને માર્ગોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કર્જત-લોનાવાલા, ભોર ઘાટ (Karajat – Lonavala, Bhor Ghat)માં અનેક સ્થળોએ ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થતાં સત્તાવાળાઓને ટ્રેન સેવાઓ સ્થગિત કરવાની અને તાજેતરમાં જ ખુલ્લી મૂકાયેલી `મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિંક` (Mumbai-Pune Expressway Missing Link)ને અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી હતી. આ હવામાનને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)ના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાની, ટ્રાફિક જામ અને મુસાફરીમાં વિલંબની સમસ્યાઓ સર્જાઈ હતી.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિંક બંધ



મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (Maharashtra State Road Development Corporation)એ ખંડાલા ઘાટ (Khandala Ghat) વિસ્તારમાં ટનલ-૨ પાસે ભૂસ્ખલન અને પથ્થરો પડવાના (Landslide in Karjat – Lonavala) કારણે મિસિંગ લિંકના મુંબઈ તરફ જતા માર્ગને બંધ કરી દીધો (Maharashtra Monsoon) છે. ટનલના પ્રવેશદ્વાર પાસે કાદવ, પથ્થરો અને કોંક્રિટનો સ્લેબ પડવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો, જે વાહનચાલકો માટે અસુરક્ષિત બન્યો હતો. મુંબઈ તરફ જતા ટ્રાફિકને જૂના મુંબઈ-પુણે એક્સપ્રેસવે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે કાટમાળ હટાવવા અને પ્રભાવિત વિસ્તારની તપાસ કરવા માટે ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.


સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી મિસિંગ લિંક બંધ (Mumbai-Pune Expressway Missing Link closed) રહેશે.

જૂનો મુંબઈ-પુણે હાઈવે પણ પ્રભાવિત


ચોમાસાની અસર માત્ર એક્સપ્રેસવે પૂરતી મર્યાદિત ન હતી. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે જૂના મુંબઈ-પુણે હાઈવે (NH-48)ના કેટલાક ભાગો પણ પ્રભાવિત થયા હતા, જેના કારણે ઘાટ સેક્શનમાં વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ હોવાથી વાહનચાલકોને બિન-જરૂરી મુસાફરી ટાળવા સલાહ આપવામાં આવી છે.

ભૂસ્ખલનથી મુંબઈ-પુણે ટ્રેન સેવાઓ ઠપ્પ

સોમવારે વહેલી સવારે કર્જત-લોનાવાલા ઘાટ (Karajat – Lonavala Ghat) વિસ્તારમાં ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે ભૂસ્ખલન થતાં સેન્ટ્રલ રેલવે (Central Railway)ના સૌથી વ્યસ્ત કોરિડોર પૈકીના એક પર રેલ ટ્રાફિક સંપૂર્ણપણે અટકી ગયો હતો. ભૂસ્ખલનને કારણે કાદવ અને મોટા પથ્થરો પાટા પર આવી જતાં રેલવે સત્તાવાળાઓને મુંબઈ-પુણે (Mumbai-Pune) રૂટ પર ટ્રેન કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી. સતત વરસાદ હોવા છતાં કાટમાળ સાફ કરવા માટે એન્જિનિયરિંગ, ટ્રેક મેન્ટેનન્સ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરાઈ

આ વિક્ષેપના કારણે ઓછામાં ઓછી ૧૬ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ૯ ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈને પુણે, બેંગલુરુ (Bengaluru), હૈદરાબાદ (Hyderabad), ચેન્નાઈ (Chennai) અને અન્ય દક્ષિણના શહેરો સાથે જોડતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો મોડી પડી હતી, ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા પ્રવાસ ટૂંકાવી દેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ રેલવેએ હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે અને મુસાફરોને પ્રવાસ શરૂ કરતા પહેલા ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે. પુનઃસ્થાપનનું કામ ચોવીસ કલાક ચાલુ છે, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ જ સેવાઓ પૂર્વવત કરવામાં આવશે.

નવી ખુલેલી મિસિંગ લિંક માટે મોટો ફટકો

આ બંધ એવા સમયે આવ્યો છે જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિંક વાહનવ્યવહાર માટે ખુલ્લી મૂકાયાને માંડ થોડા અઠવાડિયા થયા છે. આશરે રુપિયા ૬,૬૯૫ કરોડના ખર્ચે બનેલો ૧૩.૩ કિમીનો આ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ અકસ્માત પ્રવણ ખંડાલા-લોનાવાલા ઘાટ સેક્શનને બાયપાસ કરવા, મુસાફરીનો સમય લગભગ ૨૦-૩૦ મિનિટ ઘટાડવા અને ચોમાસા દરમિયાન સુરક્ષા સુધારવા માટે તૈયાર કરાયો હતો. જો કે, તાજેતરના ભૂસ્ખલને દર્શાવ્યું છે કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ સામે સંવેદનશીલ છે, જેના કારણે સત્તાવાળાઓને આ વિસ્તારમાં ઢોળાવ સંરક્ષણ (Slope Protection) અને ડ્રેનેજના ઉપાયોનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડી છે.

પુનઃસ્થાપન કામગીરી ચાલુ

એમએસઆરડીસી (MSRDC)ના અધિકારીઓ અને સેન્ટ્રલ રેલવેની ટીમો યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામગીરી ચાલુ રાખી રહી છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પરથી કાટમાળ હટાવવા માટે ભારે સાધનો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે એન્જિનિયરો ટ્રાફિક ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા આસપાસના પહાડી ઢોળાવોની સ્થિરતાની તપાસ કરી રહ્યા છે. સત્તાવાળાઓએ મુસાફરોને સત્તાવાર ટ્રાફિક એડવાઇઝરી અને રેલવે અપડેટ્સ અનુસરવા વિનંતી કરી છે, કારણ કે પુનઃસ્થાપન કામગીરી આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા અને હવામાનની સ્થિતિ પર આધારિત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 11:20 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK