Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસિંગ લિન્ક પર સેલ્ફી લેવા ઊભા રહેવાનું ગાંડપણ બંધ નથી થઈ રહ્યું

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસિંગ લિન્ક પર સેલ્ફી લેવા ઊભા રહેવાનું ગાંડપણ બંધ નથી થઈ રહ્યું

Published : 06 May, 2026 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે ૪ દિવસમાં ૧૩૦ લોકો સામે કાર્યવાહી કરી

મુંબઈ-પુણે એક્સપ્રેસવે

મુંબઈ-પુણે એક્સપ્રેસવે


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર નવનિર્મિત મિસિંગ લિન્ક પર વાહન લઈ જઈને વિડિયો અને સેલ્ફી લેનાર ૧૩૦ લોકો સામે ટ્રાફિક-વિભાગે છેલ્લા ૪ દિવસમાં કાર્યવાહી કરીને આશરે ૫૬,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (MSRDC) દ્વારા તૈયાર કરવામાં આવેલા ખોપોલી-કુસગાવ વચ્ચેનો મિસિંગ લિન્ક પ્રોજેક્ટ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટમાં વિશ્વની સૌથી પહોળી ટનલ અને દેશના સૌથી ઊંચા કેબલ-સ્ટેય્ડ બ્રિજનો સમાવેશ છે જે મુસાફરો માટે જોવા જેવો વિષય બન્યો છે. જોકે આ ભવ્ય બાંધકામ જોવા વાહનચાલકો રસ્તાની વચ્ચે જ ગાડી ઊભી રાખીને અન્ય મુસાફરો માટે જોખમ ઊભું કરી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને મિસિંગ લિન્ક પર વાહનો ઊભાં રાખનારાઓ વિરુદ્ધ હાઇવે પોલીસે હવે લાલ આંખ કરી છે. છેલ્લા ૪ દિવસમાં ટ્રાફિક-પોલીસે કુલ ૧૩૦ વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરી છે.

કયા દિવસે કેટલાં વાહનો દંડાયાં?
શનિવારે ૧૫, રવિવારે ૫૧ અને સોમવારે ૪૫ અને ગઈ કાલે બપોર સુધી ૨૯ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં વાહનદીઠ ૨૦૦થી ૫૦૦ રૂપિયા લેખે કુલ ૫૬,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK