Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખોપોલીના ધોધમાં નહાવાની મજા માણવા ગયેલા ૮૦ ટૂરિસ્ટો અટવાયા, ૩ કલાક રેસ્ક્યુ ઑપરેશન

ખોપોલીના ધોધમાં નહાવાની મજા માણવા ગયેલા ૮૦ ટૂરિસ્ટો અટવાયા, ૩ કલાક રેસ્ક્યુ ઑપરેશન

Published : 06 July, 2026 07:49 AM | Modified : 06 July, 2026 09:59 AM | IST | Khopoli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ સેન્ટ્રલ-ઘાટકોપર-ચેમ્બુરના ટૂરિસ્ટો શનિવારે પિકનિક મનાવવા ઝેનિથ વૉટરફૉલ ગયા હતા

ખોપોલીના ફેવરિટ પિકનિક-સ્પૉટ ઝેનિથ વૉટરફૉલમાં શનિવારે પિકનિક મનાવવા ગયેલા મુંબઈ સેન્ટ્રલ, ઘાટકોપર તેમ જ ચેમ્બુરના ૮૦ જેટલા ટૂરિસ્ટો

ખોપોલીના ફેવરિટ પિકનિક-સ્પૉટ ઝેનિથ વૉટરફૉલમાં શનિવારે પિકનિક મનાવવા ગયેલા મુંબઈ સેન્ટ્રલ, ઘાટકોપર તેમ જ ચેમ્બુરના ૮૦ જેટલા ટૂરિસ્ટો


ખોપોલીના ફેવરિટ પિકનિક-સ્પૉટ ઝેનિથ વૉટરફૉલમાં શનિવારે પિકનિક મનાવવા ગયેલા મુંબઈ સેન્ટ્રલ, ઘાટકોપર તેમ જ ચેમ્બુરના ૮૦ જેટલા ટૂરિસ્ટો અહીં અચાનક થયેલા ધોધમાર વરસાદને કારણે ફસાઈ ગયા હતા. અચાનક જ ધબકેલા વરસાદને કારણે અહીં પાણીનું સ્તર વધી ગયું હતું અને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. બધા જ ટૂરિસ્ટોને ખોપોલી ફાયર-બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને વિહારી-ઠાકુરવાડીના સ્થાનિક લોકોની મદદથી ૩ કલાકનું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરીને બચાવી લેવાયા હતા. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ બધા જ ટૂરિસ્ટો શનિવારે સવારે ૭ વાગ્યાની આસપાસ અહીં પહોંચ્યા ત્યારે વાતાવરણ સાફ હતું અને વરસાદ પણ પડી રહ્યો નહોતો. જોકે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વરસાદે જોર પકડ્યું હતું અને એને કારણે તેમના પાછા આવવાના રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. વૉટરફૉલ એરિયાના ૫૦૦ મીટર અંદર ટૂરિસ્ટનું એક ગ્રુપ ફસાઈ ગયું હતું, જ્યારે બીજુ ગ્રુપ એન્ટ્રન્સ એરિયાથી એક કિલોમીટર દૂર ફસાયું હતું. 

સ્થાનિક લોકોએ પણ જીવ જોખમમાં મૂકીને ટૂરિસ્ટોને બચાવ્યા
અધિકારીઓએ જણાવ્યા અનુસાર બપોરે ૧૨ વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરીને ૩ વાગ્યા સુધીમાં બધાને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા. એમાં સ્થાનિક લોકોએ પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી હતી. જોખમી અને વેગથી આવતા પાણીના વહેણમાં ઊતરીને તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને ટૂરિસ્ટોને ઉગાર્યા હતા. રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે લોકો જળાશયો, ધોધ વગેરેથી દૂર રહે એવી અપીલ અધિકારીઓએ કરી છે. 



ખારઘરના પાંડવકડા વૉટરફૉલમાં બે યુવાનો તણાયા


બે જુદી-જુદી ઘટનામાં ખારઘરના પાંડવકડા વૉટરફૉલમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હોવાની શંકા છે. તંત્ર દ્વારા બન્નેને શોધવા માટે સર્ચ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ રવિવાર સાંજ સુધી બન્નેમાંથી કોઈને શોધવામાં સફળતા મળી નથી અને તેમનાં મૃત્યુ થયાં હોવાની શંકા છે. પહેલા બનાવમાં ત્રીજી જુલાઈએ સાંજે ૪ વાગ્યાની આસપાસ તળોજા ફેઝ-૧નો રહેવાસી ૨૦ વર્ષનો મોહમ્મદ મોબશીર મોહમ્મદ શાહીદ ધોધમાં નહાવા પડ્યો ત્યારે પાણીના તીવ્ર વહેણમાં તણાઈ ગયો હતો.  ચોથી જુલાઈએ સવારે સાડાઆઠ વાગ્યે કાલિનાનો રહેવાસી ૧૯ વર્ષનો શેનન કિની આ જ ધોધ નીચે નહાવા પડ્યો ત્યારે તે પણ ડૂબી ગયો હતો. બન્ને ઘટના બાદ તરત જ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. જોકે ભારે વરસાદ, પાણીના તીવ્ર વહેણ અને વધતા પાણીના સ્તરના કારણે બન્ને યુવાનોને શોધવું મુશ્કેલ રહ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પાંડવકડા વૉટરફૉલ ન આવવાની અપીલ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 09:59 AM IST | Khopoli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK