Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારે વરસાદે મુંબઈ ઍરપોર્ટને એક કલાક બાનમાં રાખ્યું

ભારે વરસાદે મુંબઈ ઍરપોર્ટને એક કલાક બાનમાં રાખ્યું

Published : 06 July, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રનવે પર ઑપરેશન્સ બંધ રખાયાં, ૪ ફ્લાઇટ કૅન્સલ થઈ અને ૧૩ ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારે વરસાદ તથા જોરથી ફૂંકાતા પવનોને કારણે મુંબઈ ઍરપોર્ટ પર ગઈ કાલે સવારના સમયે લગભગ એક વાગ્યા સુધી રનવે બંધ રખાયો હતો. સવારે ૧૦.૧૭ વાગ્યાથી ૧૧.૧૭ વાગ્યા દરમ્યાન રનવે ઑપરેશન્સ બંધ રખાયાં હોવાની માહિતી ઍરપોર્ટ પ્રશાસને આપી હતી. ભારે વરસાદની અસર અહીં લૅન્ડ થનારી અને અહીંથી ટેક-ઑફ થનારી ફ્લાઇટ્સ પર પડી હતી. અહીંથી ઊપડતી ફ્લાઇટ્સ ૭૫ મિનિટ મોડી પડી હતી, જ્યારે આવનારી ફ્લાઇટ્સ ૨૮ મિનિટ મોડી થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિગોની ૪ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. અહીં લૅન્ડ થનારી ૧૩ ફ્લાઇટને નજીકના અન્ય ઍરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હોવાનું નિવેદનમાં જણાવાયું હતું. કૅન્સલ થયેલી મોટા ભાગની ફ્લાઇટ મુંબઈ-દિલ્હી દરમ્યાનની હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય મુંબઈ-ઇન્દોર વચ્ચેની ફ્લાઇટ પણ કૅન્સલ કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK