આ બાબતે સૂચનો અને વાંધા હોય તો ૧૭ ઑક્ટોબર સુધીમાં ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલવાનાં રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે ઍપ-આધારિત ઍગ્રીગેટર્સ માટે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કર્યા છે. આ બાબતે સૂચનો અને વાંધા હોય તો ૧૭ ઑક્ટોબર સુધીમાં ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલવાનાં રહેશે.
મહારાષ્ટ્ર મોટર વ્હીકલ ઍગ્રીગેટર રૂલ્સ, ૨૦૨૫ શીર્ષક હેઠળ બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં બાઇક-ટૅક્સી સિવાય મોટર કૅબ, ટૂરિસ્ટ કૅબ, લક્ઝરી કૅબ, કૉન્ટ્રૅક્ટ કૅરેજ બસ, કૅમ્પર વૅન જેવાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ માટે ડિજિટલ ઍગ્રીગેટર્સ અને સંચાલકો માટે નિયમો સૂચવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં સરકારે બાઇક-ટૅક્સી ઍગ્રીગેટર્સ માટે મહારાષ્ટ્ર બાઇક-ટૅક્સી નિયમો-૨૦૨૫ને મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘આ ડ્રાફ્ટ નિયમોથી ઍપ-બેઝ્ડ ટૅક્સીમાં મુસાફરોની સુરક્ષા અને સર્વિસની ગુણવત્તામાં વધારો થવાની આશા છે.’


