ગઈ કાલથી સ્ટેટ એજ્યુકેશન બોર્ડના બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે આખા રાજ્યમાં કૉપીના ૪૨ કેસ નોંધાયા હતા, જેમાં મુંબઈ ડિવિઝનનો એક પણ કેસ નહોતો. કૉપીના સૌથી વધારે ૨૬ કેસ છત્રપતિ સંભાજી નગરમાં નોંધાયા હતા.
ફાઈલ તસવીર

બારમાની પરીક્ષામાં થતી કૉપીને પગલે કડક વલણ અખત્યાર કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસ પહેલાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘દસમા અને બારમાની પરીક્ષામાં જ્યાં પણ સામૂહિક કૉપી થવાના બનાવ બનશે એ સેન્ટરની માન્યતા રદ કરી દેવાશે. જે શિક્ષક કે પછી સ્ટાફ-મેમ્બર કૉપી કરવામાં મદદ કરે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.’