એક વર્ષથી સિન્ડિકેટ કામ કરતી હોવાનું ATSની તપાસમાં બહાર આવ્યું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ લાતુર પોલીસ-સ્ટેશનમાં NEET-UGના પેપર-લીક સંદર્ભે કેસ દાખલ કર્યો છે અને તપાસમાં બહાર આવ્યું છે કે પેપર લીક કરતી સિન્ડિકેટ છેલ્લા એક વર્ષથી કાર્યરત હતી અને ટીચર્સ તથા અન્ય ગૅન્ગ-મેમ્બરો ચાર પ્રકારે પરીક્ષાનાં પેપર લીક કરતા હતા.



