Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શહેરને ફક્ત કચરામુક્ત કરવાની નહીં, કચરામાંથી બાયો-ગૅસ બનાવવાની યોજના

શહેરને ફક્ત કચરામુક્ત કરવાની નહીં, કચરામાંથી બાયો-ગૅસ બનાવવાની યોજના

Published : 14 October, 2026 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોજના તૈયાર કરવા માટે મુખ્ય પ્રધાને આપી ટાસ્ક ફોર્સ બનાવવાની સૂચના

ગઈ કાલે યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ.

ગઈ કાલે યોજાયેલી બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ.


મહારાષ્ટ્રનાં શહેરોને કચરામુક્ત બનાવવા ઉપરાંત જે કચરો જમા થાય છે એમાંથી બાયો-ગૅસ બનાવવામાં આવે એવી યોજના સરકારની છે. આ માટે ટાસ્ક ફોર્સ તૈયાર કરવાની સૂચના પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે. રાજ્યના કૉમ્પ્રેસ્ડ બાયો-ગૅસ (CBG)ના ઉત્પાદનને વધારવાની યોજનાને વેગ આપવા માટે ટાસ્ક ફોર્સ ઊભી કરવાની સૂચના તેમણે આપી હતી. 
દેવેન્દ્ર ફડણવીસે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર કચરામુક્ત શહેરો અને CBG બાબતે એક બેઠક યોજી હતી, જેમાં પ્રસ્તાવિત યોજનાઓની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન રાજ્યપ્રધાન માધુરી મિસાળ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં મેયર અશ્વિની ભિડે ઉપરાંત અન્ય અધિકારીઓ પણ હાજર હતા. 
આ દરમ્યાન નાગપુરમાં કઈ રીતે 
બાયો-ગૅસનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એ બાબતે પ્રતિનિધિઓએ પ્રેઝન્ટેશન આપ્યું હતું તથા રાજ્યમાં અન્ય શહેરોમાં આ મૉડલ કઈ રીતે લાગુ કરી શકાય એ વિશે જાણકારી આપી હતી. મુખ્ય પ્રધાને શહેરોમાં કેટલો કચરો ભેગો થાય છે, એનાથી બાયો-ગૅસ તૈયાર કરવાના પ્લાન્ટ માટે કેટલી જમીન જોઈએ, ટેક્નૉલૉજી અને ગૅસ પાઇપલાઇન જેવાં બધાં જ પરિબળોને ધ્યાનમાં રાખીને યોજના તૈયાર કરવામાં આવે એવી સૂચના આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK