ફૉર્મ-૧૭ ભરીને મમ્મીનું મતદાન કરાવ્યું હોવાથી તેઓ વોટિંગ કરવાથી વંચિત નહોતાં રહ્યાં.
વિરારનાં ભાવના પટેલ અને ભાઈંદરનાં પદ્મા શાહ.
વિરાર-વેસ્ટમાં રહેતાં ભાવના પટેલ મતદાનકેન્દ્ર પર જતાં તેમના નામ પર પહેલાંથી જ મતદાન થઈ જતાં તેઓ મતદાન કરી શક્યાં નહોતાં. ભાઈંદર-વેસ્ટના ૬૦ ફીટ રોડ પર રહેતાં અને પગમાં દુખાવાના કારણે માંડ ચાલી શકતાં ૬૪ વર્ષનાં પદ્મા સુરેશ શાહના દીકરા મતદાનકેન્દ્ર પર તેમને મતદાન કરવા લઈ ગયા, પરંતુ ત્યાં તેમના નામનું કોઈએ વોટિંગ કરી નાખ્યું હતું. એથી ‘મિડ-ડે’ની મદદ લઈને તેમણે કાયદા પ્રમાણે ફૉર્મ-૧૭ ભરીને મમ્મીનું મતદાન કરાવ્યું હોવાથી તેઓ વોટિંગ કરવાથી વંચિત નહોતાં રહ્યાં.

