Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોઢામાં સંતાડેલી ચાર બ્લેડથી પહેલાં પોતાના પર અને પછી પોલીસ પર હુમલો કર્યો ચોરે

મોઢામાં સંતાડેલી ચાર બ્લેડથી પહેલાં પોતાના પર અને પછી પોલીસ પર હુમલો કર્યો ચોરે

21 April, 2024 11:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે મોહમ્મદને જેલ-કસ્ટડી આપતાં ઉશ્કેરાયેલો મોહમ્મદ કોર્ટ અને પોલીસને અપશબ્દો બોલ્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


માઝગાવ કોર્ટમાં શુક્રવારે કાલાચૌકી પોલીસે ચોરીના ૧૩ ગુનામાં સંડોવાયેલા ૨૭ વર્ષના મોહમ્મદ પઠાણને હાજર કર્યો હતો. ત્યારે કોર્ટે મોહમ્મદને જેલ-કસ્ટડી આપતાં ઉશ્કેરાયેલો મોહમ્મદ કોર્ટ અને પોલીસને અપશબ્દો બોલ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતાં મોઢામાં સંતાડેલી ચાર બ્લેડ કાઢીને પહેલાં પોતાને મારી હતી અને પછી હાજર પોલીસની ટીમ પર પણ વાર કરવાની કોશિશ કરી હતી. અંતે વધુ પોલીસ મદદ માટે બોલાવીને કોર્ટના પરિસરમાં દોઢથી બે કલાકના ડ્રામા બાદ ભાયખલા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આરોપી મોહમ્મદ કેટલાક ગુનાઓમાં વૉન્ટેડ હોવાની માહિતી આપતાં ભાયખલા પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર મંજુષા પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍન્ટૉપ હિલ ટ્રાન્ઝિટ કૅમ્પ નજીક રહેતા મોહમ્મદ પઠાણની કાલાચૌકી પોલીસે ૨૦૨૦માં ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. થોડા વખત પછી કોર્ટે તેને જામીન આપ્યા હતા. ત્યાર બાદ કોર્ટમાં સમયાંતરે હાજર રહેવાની સૂચના આપી હતી. જોકે તે કોર્ટમાં હાજર રહ્યો નહોતો. તેના પર મુંબઈનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૩ કરતાં વધારે ચોરીના ગુનાઓ નોંધાતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશને તેને તાબામાં લઈને શુક્રવારે બપોરે કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે કોર્ટે તેને જેલ-કસ્ટડી સંભળાવી હતી. એ સાંભળતાંની સાથે તે કોર્ટના પરિસરમાં કોર્ટ અને પોલીસને અપશબ્દો બોલ્યો હતો. તેને સમજાવી રહેલી પોલીસ પર પણ તેણે બ્લેડથી હુમલો કરવાની કોશિશ કરી હતી. અંતે વધુ સ્ટાફ બોલાવી તેની ધરપકડ કરીને વધુ ઇલાજ માટે તેને JJ હૅસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK