પરમ પૂજ્ય સાધ્વી વિપુલગુણાશ્રીજી મહારાજસાહેબ પરિવારના સત્તાવનમા શિષ્યા થયાં છે અને પરમ પૂજ્ય સાધ્વી જિનાગમગુણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા બન્યાં છે.
મુમુક્ષુ વિરતિ ગડાની દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
ડોમ્બિવલીમાં ગઈ કાલે નેમપથ પંચાન્હિકા સંયમ મહોત્સવના પાંચમા દિવસે મુમુક્ષુ વિરતિ ગડાની દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યે આયોજિત કરવામાં આવેલી આ દીક્ષાવિધિ બાદ નૂતન દીક્ષિત મહારાજસાહેબને નવું નામ પરમ પૂજ્ય સાધ્વી ઉજ્જયંતગુણાશ્રીજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું. તેઓ પરમ પૂજ્ય સાધ્વી વિપુલગુણાશ્રીજી મહારાજસાહેબ પરિવારના સત્તાવનમા શિષ્યા થયાં છે અને પરમ પૂજ્ય સાધ્વી જિનાગમગુણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા બન્યાં છે.

