રમકડાં ઉપરાંત સ્ટોરીબુક, ફોટોફ્રેમ, ચૉકલેટ, જેન્ટસ-જૅકેટ, લેડીઝ ડ્રેસ, વિટામિન-કૅન્ડી, ઍન્ટિક બૅગમાંથી મળી આવ્યો ગાંજાનો જથ્થો
બાળકોનાં રમકડાંમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
વિદેશથી આવતાં બાળકોનાં વિવિધ રમકડાં, સ્ટોરીબુક, ફોટોફ્રેમ, ચૉકલેટ, જૅકેટ, લેડીઝ ડ્રેસ, વિટામિન-કૅન્ડી, ઍન્ટિક બૅગમાંથી અમદાવાદમાં કુરિયર દ્વારા લાવવામાં આવેલો ૩,૪૮,૭૫,૦૦૦ રૂપિયાનો માદક દ્રવ્યોનો જથ્થો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગને મળી આવ્યો હતો. અમેરિકા, કૅનેડા, ઇંગ્લૅન્ડ સહિતના દેશોમાંથી આવતાં રમકડાં તેમ જ અન્ય વસ્તુઓમાં લાવવામાં આવતા ડ્રગ્સની તપાસ માટે સ્નિફર ડૉગની મદદથી પાર્સલોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યાં હતાં.
મળેલી માહિતીના આધારે સંયુક્ત ટીમ બનાવીને ઘણાં કુરિયર-પાર્સલ અટકાવવામાં આવ્યાં હતાં અને શંકાસ્પદ કુરિયર-પાર્સલોની અમદાવાદ શહેરડૉગ-સ્ક્વૉડ દ્વારા તપાસ કરવામાં આવતાં ૫૮ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યાં હતાં. એમાં વગર પરમિટનો ૧૧.૬૦૧ કિલોગ્રામનો ગાંજાનો જથ્થો તેમ જ ૬૦ બૉટલમાં લિક્વિડ ડ્રગ્સ સાથે કુલ ૩,૪૮,૭૫,૦૦૦ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.

