આજે સાંજે પહોંચશે, કાલે શિવાજી પાર્કમાં જાહેર સભા
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે સાંજે મુંબઈ પહોંચશે. આવતી કાલે સાંજે પાંચ વાગ્યે શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવેલી જાહેર સભામાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ વગેરે મુંબઈ આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ભારત જોડો ન્યાય યાત્રાનું આવતી કાલે મુંબઈમાં જાહેર સભા સાથે સમાપન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે. આથી મુંબઈની ભારત જોડો ન્યાય યાત્રાનો ખર્ચ ચૂંટણીના ખર્ચમાં સામેલ કરવામાં આવશે.’


