બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ઊભાં કરવામાં આવેલાં આ બિલ્ડિંગોના ૯૦૦૦ લોકો બેઘર થવાની શક્યતા
કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)ની હદમાં બાંધવામાં આવેલી ૫૧ ઇમારતોમાં રહેનારાઓએ તેમનાં બિલ્ડિંગોને બચાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની કોર્ટે સુનાવણી કરવાની ના પાડી દેવાની સાથે ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આથી હવે આ ૫૧ ગેરકાયદે બિલ્ડિંગોનું પણ નાલાસોપારાની ૪૧ ઇમારતોની
જેમ તોડકામ હાથ ધરવામાં આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આથી આ સોસાયટીઓમાં રહેતા ૯૦૦૦ જેટલા લોકો બેઘર બની જવાની શક્યતા ઊભી થઈ છે.



