‘મિડ-ડે’માં એની તસવીર પણ પ્રકાશિત કરી હતી, પરંતુ હવે પરિસ્થિતિ હતી એવી જ થઈ ગઈ છે.
તસવીર : નિમેશ દવે
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલી ભાજીગલીમાંથી ગયા શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તમામ ફેરિયાઓને હટાવીને આખી ગલીને ફેરિયામુક્ત કરી નાખી હતી, પણ મંગળવારથી આ ફેરિયાઓ પાછા આવી જતાં મોટરિસ્ટો અને લોકોએ ફરીથી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ફેરિયાઓના ત્રાસને લીધે વાહનોની અવરજવર પણ ન થતી હોવાથી એની મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ્સે નોંધ લીધા બાદ હંમેશાં ફેરિયાઓથી ઊભરાતા આ રસ્તાને ફેરિયામુક્ત કરી દીધો હતો. ‘મિડ-ડે’માં એની તસવીર પણ પ્રકાશિત કરી હતી, પરંતુ હવે પરિસ્થિતિ હતી એવી જ થઈ ગઈ છે.