Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BKCમાં શરૂ થનારી દેશની પ્રથમ ડ્રાઇવરલેસ પૉડ ટૅક્સીનું ભૂમિપૂજન

BKCમાં શરૂ થનારી દેશની પ્રથમ ડ્રાઇવરલેસ પૉડ ટૅક્સીનું ભૂમિપૂજન

Published : 08 April, 2026 10:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ મહિનામાં બાંદરા-ઈસ્ટ અને કુર્લા વચ્ચેનો પ્રથમ તબક્કો તૈયાર થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના સૌથી વ્યસ્ત બિઝનેસ-હબ ગણાતા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે હાઇ-ટેક પૉડ ટૅક્સી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડન મેટ્રો સ્ટેશન ખાતે ભારતની પ્રથમ ડ્રાઇવરલેસ પૉડ ટૅક્સી એટલે કે ઑટોમેટેડ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ARTS) પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર ઉપસ્થિત રહ્યાં હતાં.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ કુર્લા રેલવે ટર્મિનસને સીધું બાંદરા રેલવે ટર્મિનસ સાથે જોડશે. આ પ્રોજેક્ટની ઉપયોગિતા વિશે જણાવતાં મુખ્ય પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘પૉડ ટૅક્સી શરૂ થયા બાદ મેટ્રો કે લોકલ ટ્રેનમાંથી ઊતરતા પ્રવાસીઓએ રિક્ષા કે અન્ય કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે રાહ જોવી નહીં પડે. પ્રવાસીઓ આ ટૅક્સી દ્વારા તેમની ઑફિસથી ૧૦૦થી ૧૫૦ મીટરના અંતર સુધી ખૂબ આસાનીથી અને ઝડપથી પહોંચી શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK