ગણેશ ગલીના મુંબઈચા રાજાનાં પ્રથમ દર્શન કરી લો
ગણેશ ગલીના મુંબઈચા રાજાનાં પ્રથમ દર્શન ખુલ્લાં મુકાયાં
મુંબઈના ૯૮ વર્ષ જૂના અને ભક્તોમાં પ્રખ્યાત એવા ગણેશ ગલીના મુંબઈચા રાજાનાં પ્રથમ દર્શન ખુલ્લાં મુકાયાં હતાં. આ વર્ષે મુંબઈચા રાજા રામેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં બિરાજમાન છે. રાવણ પર વિજય મેળવ્યા બાદ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે શ્રીરામે શંકર ભગવાનની પૂજા કરવાનો સંકલ્પ કર્યો અને કૈલાસ પર્વત પર બિરાજેલા મહાદેવ પાસેથી પવિત્ર શિવલિંગ મેળવવા માટે તેમણે હનુમાનજીને મોકલ્યા હતા. આ જ વાર્તાને મૂર્તિ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જ્યાં પ્રભુ શ્રીરામે આ શિવલિંગની પૂજા કરી હતી એ જગ્યાએ બનેલા રામેશ્વરના શ્રી રામનાથ સ્વામી મંદિરની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.


