રાજસ્થાનનો આ ડાબોડી ફાસ્ટ બોલર આ લીગમાં ફાફ ડુ પ્લેસીની આગેવાનીમાં રમતો જોવા મળશે. આગામી ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે આ લીગની પહેલી સીઝન રમાશે.
જૉન એબ્રાહમ અને જય મુન્દ્રા
યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)નો પહેલો પ્લેયર ડ્રાફ્ટ પૂર્ણ થયો છે. લીગની ૬ ફ્રૅન્ચાઇઝીઓએ ક્રિકેટ આયરલૅન્ડ, ક્રિકેટ સ્કૉટલૅન્ડ અને રૉયલ ડચ ક્રિકેટ અસોસિએશનના ૧૨-૧૨ ખેલાડીઓ સહિત કુલ ૩૬ ખેલાડીઓની પસંદગી કરીને તેમની શરૂઆતની ટીમો બનાવી છે. ભારત સામે આયરલૅન્ડ માટે પોતાની ડેબ્યુ T20 સિરીઝમાં જ પ્લેયર ઑફ ધ મૅચ બનેલા જય મુન્દ્રાને રૉટરડૅમ ડૉકર્સે પોતાની પહેલી પસંદગી તરીકે સામેલ કર્યો હતો. રાજસ્થાનનો આ ડાબોડી ફાસ્ટ બોલર આ લીગમાં ફાફ ડુ પ્લેસીની આગેવાનીમાં રમતો જોવા મળશે. આગામી ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે આ લીગની પહેલી સીઝન રમાશે.
