અન્વી મિર્ઝાપુરના ભૂતપૂર્વ સરપંચ શંકરરાવ શિરસાટ ગૅસની લાઇનમાં ઊભા હતા ત્યારે તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું હતું
ગૅસ-સિલિન્ડરની લાઇનમાં ઊભેલા ભૂતપૂર્વ સરપંચ શંકરરાવ શિરસાટ ત્યાં જ ઢળી પડ્યા હતા
રાજ્યમાં ગૅસની અછતને કારણે ગૅસ-સિલિન્ડર મેળવવા માટે લોકો લાઇન લગાવી રહ્યા છે. એક તરફ ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે બીજી તરફ નાગરિકોએ ગૅસ-સિલિન્ડર માટે લાઇનમાં ઊભું રહેવું પડતું હોવાથી નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. અકોલા જિલ્લાના અન્વી મિર્ઝાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે અને ગૅસ-સિલિન્ડર માટે લાઇનમાં ઊભેલા એક વૃદ્ધ વ્યક્તિ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા અને પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી (અકોલા) વિસ્તારમાં વહીવટીતંત્ર સામે ગુસ્સાનું વાતાવરણ સર્જાયું છે અને આ દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એ વૃદ્ધ વ્યક્તિ ગામના ભૂતપૂર્વ સરપંચ હતા.
અન્વી મિર્ઝાપુરના ભૂતપૂર્વ સરપંચ શંકરરાવ શિરસાટ ગૅસની લાઇનમાં ઊભા હતા ત્યારે તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું હતું. યદુરાજ ગૅસ એજન્સીમાં સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા હતા ત્યારે તેઓ અચાનક બેભાન થઈ ગયા અને પડી ગયા. આ ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ગામવાસીઓમાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું હતું. ગૅસ-સિલિન્ડર માટે લાંબી લાઇનો લગાડવી પડે એ સિસ્ટમની ભૂલ છે એવી લાગણી વ્યક્ત થઈ રહી છે. એક સામાન્ય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. શંકરરાવ શિરસાટના મૃત્યુથી અન્વી મિર્ઝાપુર ગામમાં શોક છવાઈ ગયો છે.
