Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેન માટે ઘણસોલીથી વિક્રોલી તરફની અન્ડર-સી ટનલના ખોદકામનું કામ ઝડપી બન્યું

બુલેટ ટ્રેન માટે ઘણસોલીથી વિક્રોલી તરફની અન્ડર-સી ટનલના ખોદકામનું કામ ઝડપી બન્યું

Published : 19 July, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શનિવારે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે

ટનલ

ટનલ


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શનિવારે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. મહારાષ્ટ્રમાં થાણે ક્રીકની નીચેથી પસાર થતી દેશની પ્રથમ અન્ડર-સી એટલે કે દરિયાની નીચેની રેલ ટનલના નિર્માણ માટે પાયાની કામગીરી વેગવંતી બની છે અને શનિવારે બીજા વિશાળકાય ટનલ બોરિંગ મશીન (TBM)એ પણ ખોદકામની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ બીજા ટનલ બોરિંગ મશીને ઘણસોલીથી વિક્રોલી તરફ ખોદકામ માટે પોતાની સફર શરૂ કરી દીધી છે. આ આખો અન્ડરગ્રાઉન્ડ પટ્ટો ૧૦ કિલોમીટર લાંબો છે જેમાંથી સૌથી જટિલ અને પડકારજનક ૭ કિલોમીટરનો હિસ્સો થાણે ખાડીના દરિયાઈ તળિયાની નીચે બનાવવામાં આવશે. ભારતના ઇતિહાસમાં કોઈ પણ રેલ કૉરિડોર માટે દરિયાની નીચે આ પ્રકારની ટનલ બની રહી હોય અેવી આ પ્રથમ ઘટના છે.



આ હાઈ-સ્પીડ રેલ કૉરિડોર અંતર્ગત કુલ ૨૧ કિલોમીટર લાંબું અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણસોલી અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વચ્ચેના ૧૬ કિલોમીટરના ગાળાનું ખોદકામ TBMની મદદથી કરવામાં આવી રહ્યું છે. બાકીના પાંચ કિલોમીટરના ટનલ વિભાગનું કામ ન્યુ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરીને પહેલેથી જ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું પ્રથમ ટનલ બોરિંગ મશીન ગઈ પાંચમી જુલાઈએ વિક્રોલીથી BKC તરફના ૬ કિલોમીટરના ખોદકામ માટે કાર્યરત કરી દેવાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK