મંત્રાલયમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન, સંલગ્ન વિભાગોના ચીફ સેક્રેટરી સહિત થાણે અને પાલઘર જિલ્લાના ક્લેક્ટર્સ પણ હાજર રહ્યા હતા.
એકનાથ શિંદે
જળ સંસાધન પ્રધાન સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અધિકારીઓને સૂચન કર્યું હતું કે કાળુ ડૅમ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય એ માટે જમીન હસ્તગત કરવાની અને પુનર્વસનની પ્રક્રિયા ઝડપી થવી જોઈશે. પાણીની તંગીનો સામનો કરતા થાણે જિલ્લાને કાળુ ડૅમથી રાહત મળશે. થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, ભિવંડી અને એની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કાળુ ડૅમ પ્રોજેક્ટ મહત્ત્વનો હોવાથી એકનાથ શિંદેએ આ પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો.
પ્રાઇવેટ અને ફૉરેસ્ટ લૅન્ડ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થવાને પગલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પાણીની સમસ્યા હલ કરતા આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં અડચણ ઊભી થઈ રહી છે એમ જણાવતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે જમીન હસ્તગત કરવા સાથે પુનર્વસનની પ્રક્રિયા પણ સમયસર થાય એ માટે જવાબદાર અધિકારીઓએ કાર્યવાહીને વેગ આપવો જોઈશે.’
ADVERTISEMENT
મંત્રાલયમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન, સંલગ્ન વિભાગોના ચીફ સેક્રેટરી સહિત થાણે અને પાલઘર જિલ્લાના ક્લેક્ટર્સ પણ હાજર રહ્યા હતા.

