Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાળાસાહેબ અને આનંદ દિઘેના ગયા પછી મારા જીવનમાં જે ખાલીપો સરજાયો હતો એ નરેન્દ્ર મોદીની આત્મીયતાથી સભર થઈ ગયો

બાળાસાહેબ અને આનંદ દિઘેના ગયા પછી મારા જીવનમાં જે ખાલીપો સરજાયો હતો એ નરેન્દ્ર મોદીની આત્મીયતાથી સભર થઈ ગયો

Published : 07 October, 2026 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડનગરની ધરતી પરથી વર્ષો પહેલાં ઊઠેલો અવાજ આજે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને રજૂ કરતો એક પ્રભાવશાળી અવાજ બની ગયો છે. 

નરેન્દ્ર મોદી સાથે ‌દિલ્હીમાં એકનાથ ‌શિંદે.

ગેસ્ટ કૉલમ

નરેન્દ્ર મોદી સાથે ‌દિલ્હીમાં એકનાથ ‌શિંદે.


આજે ૨૫ વર્ષની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફર પર નજર નાખીએ તો એ માત્ર એક નેતાની રાજકીય કારકિર્દીનો માર્ગ બનીને નથી રહી ગઈ; પરંતુ હવે આ સફર રાષ્ટ્રની બદલાતી રાજકીય, સામાજિક અને વિકાસલક્ષી ગાથા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો એક અધ્યાય બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની સફર ‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ દ્વારા પરિભાષિત થાય છે. આ એક એવી સફર છે જે ૧૪૦ કરોડ ભારતીયોના વધતા જતા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે હું મહારાષ્ટ્રની ૧૩ કરોડ જનતા અને શિવ સેના વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

વડનગરની ધરતી પરથી વર્ષો પહેલાં ઊઠેલો અવાજ આજે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને રજૂ કરતો એક પ્રભાવશાળી અવાજ બની ગયો છે. 



૨૦૧૪ પહેલાંના ભારત અને ૨૦૧૪ પછીના ભારત વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળે છે. જ્યારે કોઈ દેશના વડા પ્રધાન બદલાય છે ત્યારે માત્ર સરકાર જ નથી બદલાતી, દેશનું ભવિષ્ય પણ બદલાય છે. ૨૦૧૪ પછી બરાબર આવો જ ચમત્કાર સર્જાયો. નરેન્દ્ર મોદીએ ૨૬ મે ૨૦૧૪ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા. ત્યાર બાદ કેન્દ્ર સરકારની નીતિઓમાં વિકાસ, માળખાગત સુવિધાઓ, ડિજિટલ ટેક્નૉલૉજી, સામાજિક કલ્યાણ અને રાષ્ટ્રીય સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. 
ડિજિટલ ઇન્ડિયા અને UPIના વિસ્તરણથી ડિજિટલ વ્યવહારોના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું. હાઇવે, રેલવે, ઍરપોર્ટ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિસ્તારને વેગ મળ્યો. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી પહેલોએ સ્થાનિક ઉત્પાદન, રોકાણ અને ઉદ્યોગસાહસિકતાને મોટા પાયે પ્રોત્સાહન આપ્યું. 
મોદી સરકારના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતિનાં ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સરહદ પારના આતંકવાદના મુદ્દે ભારતે વધુ કઠોર વલણ અપનાવ્યું છે. વિશ્વમાં ભારતની નવી અને સશક્ત વૈશ્વિક ઓળખ સ્થાપિત કરવાનું શ્રેય મોદીજીને જાય છે. તેથી જ લગભગ ૩૬ દેશોએ તેમને તેમનાં સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો છેલ્લાં ૧૨ વર્ષનો કાર્યકાળ મહારાષ્ટ્રના માળખાગત અને આર્થિક વિકાસ માટે નિર્ણાયક સાબિત થયો છે. કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રને આપવામાં આવેલી સહાય માત્ર નાણાકીય ભંડોળ પૂરતી સીમિત રહી નથી. એણે અનેક દીર્ઘકાલીન પ્રોજેક્ટ્સને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવી છે. અટલ સેતુ, સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ કોસ્ટલ રોડ, નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની સાથે જ કોકણ અને પાલઘર પ્રદેશોના ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવો ૭૬,૦૦૦ કરોડ રૂપિયાનો વઢવાણ બંદર પ્રોજેક્ટ જેવા પ્રકલ્પો મહારાષ્ટ્ર માટે ખરેખર ‘ગેમ-ચેન્જર’ સાબિત થઈ રહ્યા છે.
એ મારું અનહદ સૌભાગ્ય છે કે મને અને મારા સમગ્ર પરિવારને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત પ્રેમ મળ્યો છે. શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને ‘ધર્મવીર’ આનંદ દિઘેના અવસાનથી મારા જીવનમાં જે ખાલીપો સર્જાયો હતો એનો સામનો કરવા માટે મોદીજીએ દાખવેલી આત્મીયતાએ મને અપાર શક્તિ પૂરી પાડી છે. તેમની સાથેની દરેક મુલાકાત દરમ્યાન જ્યારે તેઓ પૂછે છે કે ‘કેમ છો એકનાથજી?’ અને મારા ખભા પર પ્રેમાળ હાથ મૂકે છે એ ક્ષણે આત્મવિશ્વાસની એક નવી ભાવના જાગે છે, નવી આશાનો સંચાર થાય છે અને મહારાષ્ટ્રની પ્રગતિ માટે નવા જોશ સાથે કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તેમના આ અનહદ સ્નેહનો ઋણાનુબંધ મારા માટે હંમેશાં વિશેષ રહેશે.
અનેક નેતાઓના નામે લોકપ્રિયતા અને કાર્યકાળના વિક્રમો નોંધાયેલા હોય છે. જોકે નરેન્દ્ર મોદીના કિસ્સામાં માત્ર દિવસોની સંખ્યા જ નહીં, તેમના કાર્યકાળ દરમ્યાન લેવાયેલા નિર્ણયોની વ્યાપકતા અને તેમણે ઊભી કરેલી રાજકીય અસરો પણ એટલી જ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક રહી છે. મોદીજીની આગામી યાત્રા માટે તેમને હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને રાષ્ટ્રની સેવા કરવાની અપાર શક્તિ પ્રદાન કરે એ જ ઈશ ચરણે પ્રાર્થના.


- એકનાથ શિંદે


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK