ગઈ કાલે ગિરગામ ચોપાટી પર મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે લોકો ભેગા થયા હતા
તસવીરો : કીર્તિ સુર્વે પરાડે તથા સૈયદ સમીર અબેદી
ગઈ કાલે ગિરગામ ચોપાટી પર મા દુર્ગાની મૂર્તિના વિસર્જન માટે ભેગા થયેલા ભક્તો તથા બીજી તરફ ઍન્ટૉપ હિલમાં શ્રી સનાતન ધર્મ સભા દ્વારા આયોજિત કરવામાં આવેલો રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના દહનનો કાર્યક્રમ.

ADVERTISEMENT


તસવીરો : કીર્તિ સુર્વે પરાડે તથા સૈયદ સમીર અબેદી
પોલીસ-સ્ટેશનોમાં વિજયાદશમીએ થઈ શસ્ત્રોની પૂજા



વિજયાદશમીના શુભ અવસરે ગઈ કાલે પરંપરાગત રીતે અનેક પોલીસ-સ્ટેશનોમાં શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં શસ્ત્રોને કંકુ-ચોખા ચડાવી, ફૂલ અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી. માટુંગા અને થાણેનાં પોલીસ-સ્ટેશનોમાં મહિલા પોલીસ દ્વારા આ પૂજાવિધિ થઈ હતી, જેથી દૈવીશક્તિની અર્ચનાના આ પ્રસંગે નારીશક્તિનાં પણ દર્શન થયાં હતાં.


