Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯ લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત : બેની ધરપકડ

૧૯ લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત : બેની ધરપકડ

25 January, 2023 11:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈ પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે.અધિકારીએ મંગળવારે આપેલી જાણકારી અનુસાર પોલીસે સોમવારે છટકું ગોઠવીને માલવણીથી એક આરોપીને એક લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો.આરોપીએ તેના સાથીની માહિતી આપતાં તેને પાલઘર જિલ્લામાંથી ઝડપી લઈને તેના ઘરમાંથી ૧૮ લાખ રૂપિયાની નકલી નોટો કબજે કરાઈ છે. બન્ને આરોપીઓ પાસેથી પાસેથી ૫૦૦ રૂપિયાની ૧૭૯૬ નકલી નોટો, ૨૦૦૦ રૂપિયાની ૫૦૦ નકલી નોટો, ૨૦૦ રૂપિયાની પાંચ અને ૧૦૦ રૂપિયાની પાંચ નકલી નોટો જપ્ત કરીને આઇપીસીની લમ ૪૮૯-બી તથા અન્ય સુસંગત કલમો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK