Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલપૂરતો મોકૂફ

ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલપૂરતો મોકૂફ

Published : 18 May, 2026 07:17 AM | Modified : 18 May, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ય કોઈ વિકલ્પ શોધવા મહારાષ્ટ્ર સરકારની વિચારણા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારે ઍપલ અને ગૂગલને ઍપલ સ્ટોર અને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ઓલા, ઉબર અને રૅપિડો આ ત્રણેય ઍપ્લિકેશન હટાવવા માટે શુક્રવારે નોટિસ મોકલી હતી. જોકે ત્રણેય કંપનીઓ દ્વારા આપવામાં આવતી અન્ય સર્વિસિસ ચાલુ રાખીને ફક્ત બાઇક અને ટૅક્સી-સર્વિસ બંધ કરી શકાય એવો વિકલ્પ હવે સરકાર વિચારી રહી છે. 

મહારાષ્ટ્ર સરકારે ત્રણેય કંપનીઓને કાર, રિક્ષા જેવાં વિવિધ વાહનો સર્વિસિસ માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી હતી. જોકે બાઇક અને ટૅક્સી-સર્વિસ આપવાનું લાઇસન્સ સરકારે માર્ચ મહિનામાં રદ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ કમ્પ્લાયન્સ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવામાં નિષ્ફળ જતાં તથા ગ્રીન પ્લેટ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV)નો ઉપયોગ કરવાનું શરૂ ન કરતાં બાઇક અને ટૅક્સી-સર્વિસનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. 



ઉલ્લેખનીય છે કે મંગળવારે નિવેદન આપ્યું હતું કે બાઇક અને ટૅક્સી-સર્વિસ પૂરી પાડતી ઍપ્સ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જરૂરી પરવાનગી વગર સર્વિસ પૂરી પાડીને નાણાકીય વ્યવહાર કરે છે. એને કારણે કાયદેસર લાઇસન્સ મેળવીને રિક્ષા-ટૅક્સી ચલાવનારાની આજીવિકા પર અસર થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK