Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બુલેટ ટ્રેન માટે વિક્રોલીમાં ૩૫૦ ટનનું વિશાળ ટનલ બોરિંગ મશીન કટરહેડ ગોઠવવામાં આવ્યું

બુલેટ ટ્રેન માટે વિક્રોલીમાં ૩૫૦ ટનનું વિશાળ ટનલ બોરિંગ મશીન કટરહેડ ગોઠવવામાં આવ્યું

Published : 18 May, 2026 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ અલગ-અલગ શિપમેન્ટ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યું હતું અને આશરે ૧૬૦૦ કિલો હાઈ-પ્રિસિઝન વેલ્ડિંગ કામ દ્વારા ઍસેમ્બલ કરવામાં આવ્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિક્રોલીમાં પ્રથમ ટનલ બોરિંગ મશીન (TBM)નું વિશાળ કટરહેડ જમીનની અંદર ઉતારવામાં આવ્યું છે. ૧૩.૬ મીટર વ્યાસ ધરાવતું અને ૩૫૦ ટન વજન ધરાવતું આ કટરહેડ બુલેટ ટ્રેનના હાઈ-સ્પીડ કૉરિડોર માટે મુખ્ય શીલ્ડના ઍસેમ્બલીનો અંતિમ ભાગ છે. નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર વિક્રોલી ખાતે ગોઠવવામાં આવેલું આ કટરહેડ ૩૦૦૦ ટનથી વધુ વજન ધરાવતાં બે મહાકાય TBMનો એક ભાગ છે. આ ૩૫૦ ટનનું કટરહેડ અંદાજે ૨૫૦ SUV કાર જેટલું ભારે છે. એને પાંચ અલગ-અલગ શિપમેન્ટ દ્વારા સાઇટ પર લાવવામાં આવ્યું હતું અને આશરે ૧૬૦૦ કિલો હાઈ-પ્રિસિઝન વેલ્ડિંગ કામ દ્વારા ઍસેમ્બલ કરવામાં આવ્યું છે.

દાદર સ્ટેશન પર ૩૪ વર્ષ જૂની સિગ્નલિંગ સિસ્ટમ બદલાઈ



૧૦૩ ઑપરેશનલ રૂટ્સ પર આધુનિક ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ શરૂ, ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત બનશે


લોકલ રેલવેનાં સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંના એક એવા દાદર રેલવે-સ્ટેશન પર શનિવારે એક મોટું અપગ્રેડેશન સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા અહીં ૩૪ વર્ષ જૂની પરંપરાગત સિગ્નલિંગ સિસ્ટમને હટાવીને અત્યાધુનિક સીમેન્સ વેસ્ટ્રેસ MK2 ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ (EI) સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ અપગ્રેડેશનને પગલે ઉપનગરીય રેલવે નેટવર્કમાં ટ્રેનોની અવરજવર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ૧૯૯૨થી કાર્યરત જૂની પૅનલ ઇન્ટરલૉકિંગ સિસ્ટમના સ્થાને આવેલી આ નવી ટેક્નૉલૉજી ૧૦૩ ઑપરેશનલ રૂટ ધરાવે છે. ઇન્ટરલૉકિંગ સિસ્ટમ ટ્રૅક ચેન્જ કરવાના લોકેશન અને સિગ્નલનું મૅનેજમેન્ટ કરે છે. આ નવી સિસ્ટમમાં ઑટોમેટિક પાવર ચેન્જઓવર, ડેટા લૉગર્સ અને ટ્રેન મૅનેજમેન્ટ સિસ્ટમ જેવી લેટેસ્ટ સુવિધાઓ સામેલ છે. કોઈ પણ ટેક્નિકલ ખામીના સમયે પણ ટ્રેનવ્યવહાર ખોરવાય નહીં એ માટે સિસ્ટમમાં ખાસ વૈકલ્પિક જોગવાઈઓ કરવામાં આવી છે, જેને લીધે ટેક્નિકલ ફૉલ્ટનું પ્રમાણ ઘટશે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK