Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગયા વર્ષે મુખ્ય પ્રધાને કૅશ ફૉર પોસ્ટિંગ કૌભાંડ અટકાવ્યું, પણ…

ગયા વર્ષે મુખ્ય પ્રધાને કૅશ ફૉર પોસ્ટિંગ કૌભાંડ અટકાવ્યું, પણ…

Published : 18 May, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૅમમાં સામેલ હતા એવા પંચાવન વિવાદિત અધિકારીઓનાં નામ નવા રૂટીન ટ્રાન્સફર-લિસ્ટમાં

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


ગયા વર્ષે ચકચાર જગાવનારા ‘કૅશ ફૉર પોસ્ટિંગ’ સ્કૅમમાં BMCના ૧૬૧ અધિકારીઓનાં નામ આવ્યાં હતાં. હવે ફરીથી નવા રૂટીન ટ્રાન્સફર-લિસ્ટમાં એમાંના પંચાવન અધિકારીઓનાં નામ આવ્યાં હોવાનો ખુલાસો ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કર્યો છે અને BMCના કમિશનર અશ્વિની ભિડેને આ અંગે યોગ્ય પગલાં લે એવી વિનંતી કરી છે. હજી સુધી રૂટીન ટ્રાન્સફર લિસ્ટને અંતિમ મંજૂરી મળી ન હોવાથી પગલાં લેવાં શક્ય હોવાથી મિહિર કોટેચાએ આ વિનંતી કરી છે.

મિહિર કોટેચાનું કહેવું છે કે રદ કરવામાં આવેલા લિસ્ટમાં ૧૬૧ અધિકારીઓનાં નામ હતાં, તેઓમાંના પંચાવન અધિકારીઓને પહેલાં જે પોસ્ટિંગ આપવામાં આવી હતી એ જ પોસ્ટિંગ નવા રૂટીન ટ્રાન્સફર લિસ્ટમાં પણ આપવામાં આવી છે. 



સિનિયર અધિકારીઓએ પાંચથી ૪૦ લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ હતો


ગયા વર્ષે ઑક્ટોબરમાં મનગમતી પોસ્ટિંગ મેળવવા તેમ જ પ્રમોશન મેળવવા માટે BMCના સિનિયર અધિકારીઓએ પાંચ લાખથી ૪૦ લાખ રૂપિયાની માગણી કરી હોવાની ચર્ચા જાગી હતી અને કથિત  ‘કૅશ ફૉર પોસ્ટિંગ’ સ્કૅમ સામે આવ્યું હતું. લાંચ આપીને ટ્રાન્સફર-પોસ્ટિંગ અને પ્રમોશન મેળવાયું હોવાના આરોપ થતાં તત્કાલીન BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગેરરીતિને ધ્યાનમાં રાખી ટ્રાન્સફરના આદેશ પર રોક લગાવી હતી અને પછીથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્રાન્સફર્સ-પોસ્ટિંગ્સ રદ કરી દીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK