પોલીસે આ બાબતે કેસ નોંધીને કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાશિક જિલ્લાના મોઠે સાકોડે ગામમાં રહેતી મહિલા અને તેની ત્રણ દીકરીના મૃતદેહ એક કૂવામાંથી મળી આવ્યા હતા. મહિલાના પતિ તુકારામ દેશમુખે તેમના ગુમ થવાની ફરિયાદ ચોથી જૂને પોલીસમાં નોંધાવી હતી.
મોઠે સાકોડે ગામની આરામ નદી પાસે એક કૂવામાંથી શુક્રવારે પહેલાં એક મૃતદેહ ખેડૂતને મળી આવ્યો હતો એટલે તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે એ મૃતદેહ બહાર કાઢતાં એ તુકારામની મોટી ૭ વર્ષની દીકરી સંધ્યાનો હોવાનું જણાઈ આવ્યું હતું. કૂવામાં વધુ તપાસ કરતાં તુકારામની પત્ની સરલા, ૬ વર્ષની બીજી દીકરી મનશ્રી અને ૧૮ મહિનાની દીકરી વેદશ્રીના મૃતદેહ પણ મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે સરલાએ દીકરીઓને લઈને સુસાઇડ કર્યું હોઈ શકે. પોલીસે આ બાબતે કેસ નોંધીને કેસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

