તે ઓડિશનને લગતા ઘણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે, જ્યાંથી આરોપીને તેમનો નંબર મળ્યો અને ઓડિશન વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો
પ્રતીકાત્મક તસવીર
ટીવી સિરિયલ `દિલ કો તુમસે પ્યાર હુઆ`માં કામ આપવાના નામે ટેલિવિઝન અભિનેતા નિશાંત સિંઘ સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક કૌભાંડ (Cyber Crime)માં તેમણે 4.26 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. કાસ્ટિંગ પ્રોડ્યુસર અભય કપૂર હોવાનો દાવો કરીને આરોપીએ સિંઘને સિરિયલમાં ભૂમિકાની ઑફર આપી અને રજિસ્ટ્રેશન ફી અને અન્ય કારણોના બહાને તેની સાથે છેતરપિંડી (Cyber Crime) કરી હતી.




