Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરી-ઘાટકોપર મેટ્રોના પ્રવાસીઓ માટે શરૂ થઈ વૉટ્સઍપ કસ્ટમર કૅર સર્વિસ

અંધેરી-ઘાટકોપર મેટ્રોના પ્રવાસીઓ માટે શરૂ થઈ વૉટ્સઍપ કસ્ટમર કૅર સર્વિસ

02 May, 2023 09:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે મેટ્રો-રેલ વૉટ્સઍપના માધ્યમથી કસ્ટમર કૅરની સુવિધા પૂરી પાડશે

મુંબઈ મેટ્રો ૧ની ફાઇલ તસવીર (તસવીર : સૈયદ સમીર આબેદી)

મુંબઈ મેટ્રો ૧ની ફાઇલ તસવીર (તસવીર : સૈયદ સમીર આબેદી)


ગયા અઠવાડિયે અંધેરી-ઘાટકોપર મેટ્રો ટ્રેનમાં ખરાબી થતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા અને એ સમયે તેમને કોઈ માહિતી મળી ન હોવાની ફરિયાદ થઈ હોવાથી આ અને આવી બીજી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મેટ્રો-વન તરફથી એક વૉટ્સઍપ-નંબર જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ડેના દિવસે મેટ્રો-વન (અંધેરી-ઘાટકોપર મેટ્રો) તરફથી મુંબઈગરાઓ માટે ‍વધુ એક સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે મેટ્રો-રેલ વૉટ્સઍપના માધ્યમથી કસ્ટમર કૅરની સુવિધા પૂરી પાડશે. મેટ્રોની સેવા લેવા માટે મુંબઈગરાઓએ મેટ્રો ટ્રેનના વૉટ્સઍપ-નંબર 9930310900 ઉપર મેસેજ મોકલવાનો રહેશે. આ નંબર પર મેટ્રો-વનના પૅસેન્જરે તેમને જે સેવા જોઈતી હોય એ સેવા માટેનો મેસેજ મોકલવાનો રહેશે, જેની સામે થોડી જ વારમાં તેમને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેટ્રો ટ્રેન જ્યારે સમયસર ન હોય ત્યારે પ્રવાસીઓ આ નંબર પર મેસેજ કરશે એટલે જરૂરી સૂચના અને માર્ગદર્શન મળી શકશે. પૅસેન્જરની ફરિયાદનું નિરાકરણ ૭૨ કલાકની અંદર કરવામાં આવશે. આ સેવા તેમના તરફથી સવારે ૬.૩૦ વાગ્યાથી રાતે ૧૦.૩૦ વાગ્યા સધી આપવામાં આવશે. આ સેવા માટે વૉટસઍપ-નંબર સિવાય પૅસેન્જર્સ કૉલ સેન્ટરના 022-30310900 અથવા ઈ-મેઇલ : customercare@reliancemumbaimetro.com અથવા તો ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ મેળવી શકાશે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK